વંથલીનાં સેંદરડા સીમ વિસ્તારમાં ડબલ મર્ડર-લુંટ કેસનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ

0

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં સેંદરડા ગામની સીમમાં વયો વૃધ્ધ દંપતિની કરપીણ હત્યા અને લુંટ કેસનો ભેદ ઉકેલવા પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહયો છે અને તમામ પાસાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ગઈકાલે વંથલી પંથકમાં ખળભળાટ મચાવનાર ચકચારી ડબલ મર્ડર કેસમાં સેંદરડા ગામે વાડી વિસ્તારમાં રહેતા રાજાભાઈ દેવદાનભાઈ જીલડીયા તથા જાલુબેન રાજાભાઈ જીલડીયાની કોઈએ નિર્મમ હત્યા કરી નાખ્યાનો બનાવ બનવા પામેલ આ બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા વંથલીનાં પીએસઆઈ એ.પી. ડોડીયા, કેશોદ ડીવાયએસપી જે.બી. ગઢવી તેમજ જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને પોલીસ કાફલો બનાવનાં સ્થળે દોડી ગયેલ, એલસીબી સહિતની ટીમો પણ સ્થળ ઉપર દોડી જઈ તપાસની કામગીરી હાથ ધરી છે. આ હત્યા કેસમાં પ્રાથમીક દ્રષ્ટીએ એવું અનુમાન થતું હતું કે, લુંટનાં ઈરાદે હત્યા કરવામાં આવી હોય તેવું બહાર આવેલ હતું. આ હત્યા કેસમાં ગુનો આચરનાર કોઈ એકલ દોકલ વ્યકિત ન હોઈ શકે પરંતુ એક થી વધુ લુટારૂએ હત્યાને અંજામ આપ્યો હોય તેવી શકયતા વધુ હોય જેથી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં જાણભેદુ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. મૃતક દંપતિનાં મોઢામાંથી લોહી વહેતું હોય તેમજ જાલુબેને કાનમાં પહેરેલા સોનાનાં ડુલ પણ દેખાતા ન હતા એટલે એવું અનુમાન પણ કરવામાં આવી રહયું છે કે, વૃધ્ધ દંપતિની હત્યા બાદ ઘરમાં લુંટ ચલાવી હોવાનું પણ મનાઈ રહયું છે. વધુમાં મૃતક દંપતિની પુત્રી કુંવરબેન જીલડીયા મહિલા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવી રહયા છે.  દરમ્યાન ટીનમસ ગામે હાલ રહેતા અને મુળ સેંદરડા ગામનાં અશ્વિનભાઈ રાજાભાઈ જીલડીયા આહિર (ઉ.વ.૩૪)એ આ હત્યાનાં બનાવ અંગે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદીનાં માતા જાલુબેન તથા પિતા રાજાભાઈ દેવદાનભાઈ વાડીએ એકલા ઓસરીમાં સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે બંનેનાં મોઢા ઉપર ગંભીર ઈજાઓ કરી હત્યા કરી જાલુબેનનાં કાનમાં સોનાના ડુલ તથા પેટીમાં રાખેલ રોકડ રૂા.ર.પ૦ લાખ, સોનાના દાગીના હાર નંગ-ર, સોનાનો દોરો, સોનાનાં હાથના પોચા જાેડ-૧ તથા સોનાની ૭ વિંટી જે તમામ દાગીના મળી રૂા. ૪.પ૦ લાખ સહિત કુલ રૂા. ૭ લાખનાં મુદામાલની લુંટ કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ડબલ હત્યા કેસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!