હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં માઘસ્નાનનું ખુબ જ મહત્વ રહેલું છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગ ખાતે માઘસ્નાન યોજાયું

0

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગ જૂનાગઢમાં તા. ૧૯-૧-રરનાં રોજ સંતો તથા કોલેજનાં વિદ્યાર્થીઓએ પવિત્ર માઘસ્નાન કર્યુ હતું. માઘસ્નાન અંગે સનાતન ધર્મમાં દર્શાવેલ આધ્યાત્મિક મહત્વની માહિતી જ્ઞાનબાગ ગુરૂકુળનાં સાધુ નંદકિશોરદાસજીએ આપી હતી. મકર રાશીમાં સૂર્યનું સ્થાન હોય પોષ માસની પૂર્ણિમાથી આરંભી ત્રીસ દિવસ પર્યંત સ્નાન કરવું. જે મનુષ્યો શરીરનાં ઉપરના ભાગે વસ્ત્રહિન ખુલ્લા શરીરે સ્નાન કરે તે પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે. સૂર્યોદયથી આરંભીને પ્રાતઃકાળની અવધિ સુધી માઘસ્નાનનો સમય ઋષિમુનીઓએ પૂણ્ય આપનારો કહયો છે. એમા પણ તારા દેખાતા હોય ત્યારે જે સ્નાન કરવું તેને સર્વશ્રેષ્ઠ સ્નાન કહેલું છે અને સૂર્યોદય પછી સ્નાન કરવું તેને કનિષ્ઠસ્નાન કહેલું છે. સમુદ્રને નહિ મળતી કોઈપણ નદીમાં માઘમાસમાં એક દિવસ સ્નાન કરવાથી એક પખવાડીયાનું ફળ પ્રાપ્ત થાય છે. તેમજ સાક્ષાત સમુદ્રમાં એક દિવસ સ્નાન કરવા માત્રથી આખા મહિનાનું સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. કોરોનાની સ્થિતિ હોવાથી સંસ્થાનાં મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને માઘસ્નાન કરવાની અનુમતી આપવામાં આવેલ ન હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!