જૂનાગઢના જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના બબ્બે ચાર્જ સંભાળતા જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયને કોરોના પોઝીટીવ આવ્યાનું જાણવા મળે છે. ગઇકાલે જૂનાગઢનાં ટીંબાવાડીના આરોગ્ય કેન્દ્ર ખાતે શિક્ષકોને બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરાવવા પહોંચેલ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય પણ બુસ્ટર ડોઝ લેવાના હતા પરંતુ તેઓને આગળના દિવસે તાવ આવેલ અને ઉધરસ થતા સુવા ટાઇમે તકલીફ થયેલ આથી તેઓએ આ ડોઝ લેતા પહેલા તબીબોને જાણ કરતા તબીબોએ રિપોર્ટ કરતા આર.એસ. ઉપાધ્યાયનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેઓ જરૂરી દવા લઇ પોતાના વતન ભાવનગર જઇ હોમ આઇસોલેટ થયા છે અને તબીબોના માર્ગદર્શન હેઠળ ૧પ દિવસ રજા ઉપર ઉતરી ગયા છે. આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ગઇકાલે હું સવારે ૯ઃ૩૦ કલાકે ટીંબાવાડી આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીનેશન શરૂ કરાવવા ગયેલ ત્યારે મારે વેકસીન લેવી હતી દરમ્યાન તાવ ઉધરસના કારણે રિપોર્ટ કરાવતા હું કોરોના પોઝીટીવ થયો છું અને તબીબોએ હોમ આઇસોલેટ થવા જણાવતા હાલ ભાવનગર મારા નિવાસસ્થાને આરામ કરી રહ્યો છું અને ધીમે ધીમે સંપૂર્ણ સ્વસ્થ થઇ જઇશ. આર.એસ. ઉપાધ્યાયએ વધુમાં જણાવેલ કે, મારો આ રિપોર્ટ આવ્યો ત્યારે અમે ત્રણ વ્યકિત ત્યાં હતા છતાં પણ તેમના સંપર્કમાં આવેલ સૌને કાળજી લેવા અને કોવિડ ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews