ખંભાળિયા નજીક જાહેરમાં રોયલ્ટી વગર તથા ઓવરલોડ રીતે ખનીજ ભરેલા ડમ્પરો અગાઉ ઝડપાયા બાદ ગતરાત્રે અહીંના હાઈ-વે માર્ગ ઉપરથી સ્થાનિક લોકો દ્વારા મોરમ ભરીને જતા ચાર ટ્રકોને અટકાવી, આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ખંભાળિયાથી દ્વારકા તરફ જતા માર્ગ ઉપર મંગળવારે મોડીરાત્રે અહીંના સ્થાનિક લોકોએ જનતા રેડ પ્રકારની કાર્યવાહી કરી, અત્રેથી આશરે દસેક કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટિયા પાસેથી પસાર થતા ચાર ડમ્પરોને અટકાવ્યા હતા. આ ટ્રકમાં મોરમ ભરીને લઇ જવાતી હોવાનું લોકોના ધ્યાને આવતા આના અનુસંધાને અહીંના ખાણ ખનીજ વિભાગ તથા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. જેના પગલે અહીંના ખનીજ વિભાગના અધિકારીઓ આ સ્થળે દોડી જઈ અને ડમ્પરમાં ઓવરલોડ તથા રોયલ્ટી અંગેની કામગીરી કરવામાં આવી હતી. જાે કે આ અંગે કોઈ સત્તાવાર વિગતો પ્રકાશમાં આવી નથી. પરંતુ સંભવિત રીતે રોયલ્ટી ચોરી કે ઓવરલોડ ખનીજ અંગે તંત્ર દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખનીજ ચોરી માટે અગાઉ વગોવાઈ ચુકેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે જામનગર માર્ગ પરથી જનતા રેડમાં ખનીજ ભરેલા ઝડપાયેલા કેટલાક વાહનોમાં ઓવરલોડ તથા ખનિજ ચોરી અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે વધુ એક વખત આ પ્રકારની કાર્યવાહીએ સ્થાનિક તંત્ર વિગેરેમાં ચકચાર જગાવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews