કેશોદ પોલીસને ઉંઘતી રાખી જૂનાગઢ જીલ્લા ક્રાઈમ બ્રાંચ દ્વારા ૬૬ કેવી જેટકો સબ સ્ટેશનમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી રૂા. ૧૮,૮૮,૮૦૦ની કિંમતનો ૪ર૭ પેટી દારૂનો જથ્થો ઝડપી લઈ નાસી ગયેલા બે શખ્સોને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ માનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ કેશોદનાં અગતરાય ગામ પાસે મંગલપુર તરફ જવાનાં રસ્તાની બાજુમાં આવેલ ૬૬ કેવી જેટકો સબ સ્ટેશનમાં જૂનાગઢ જીલ્લા ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટીએ પોલીસ કાફલાને સાથે રાખીને તપાસ હાથ ધરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કેશોદનાં ગંગનાથપરા વિસ્તારમાં રહેતા સંજય ભરતભાઈ વાસણએ રૂા. ૧૦ હજાર મેળવી પ્રોહીબીશન ગુનાખોરી સાથે સંકળાયેલા અગતરાય ગામનાં કાસમ રફીક ગામેતી હિંગોરા અને ટીકર ગામનાં રફીક ઉર્ફે ભોણીયો ઈસ્માઈલ સાંધને વિદેશી દારૂનો જથ્થો કટીંગ કરવા જીઈબીની જગ્યા પુરી પાડેલ હતી અને સંજય ભરતભાઈ વાસણને પોલીસે ઝડપી લીધેલ હતો. જૂનાગઢ જીલ્લા ક્રાઈમ બ્રાંચે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જુદી જુદી બ્રાન્ડનો કુલ ૪ર૭ પેટી કુલ નંગ ૯૬૭ર બોટલ જેની કિંમત રૂા. ૧૮,૮૮,૮૦૦ સહીત એક મોબાઈલ કિંમત રૂા. ૧૦ હજાર મળી કુલ રૂા. ૧૮,૯૮,૮૦૦નો જથ્થો કેશોદ પોલીસને ઉંઘતી રાખીને જૂનાગઢ જીલ્લા ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે. રેડ દરમ્યાન હાજર નહી મળી આવનાર કાસમ રફીક ગામેતી હિંગોરા અને રફીક ઉર્ફે ભોણીયો ઈસ્માઈલ સાંધને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews