બીચ સોકર : દરિયા કિનારે ફૂટબોલ : ગુજરાત ફૂટબોલનું ભાવિ સોપાન : પરિમલ નથવાણી

0

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની ટીમનો ઉત્સાહ કોવિડ મહામારીએ પણ મંદ કર્યો નથી. જાે કે એસોસિયેશન તેની પ્રત્યેક પ્રવૃત્તિઓ વખતે કોવિડ સંબંધી સરકારી દિશા નિર્દેશો અને માર્ગદર્શિકાનું પાલન કરે છે તે અલગ બાબત છે. આ બધા વચ્ચે જે ઉત્સાહ પ્રેરક બાબત છે તે એ કે જી.એસ.એફ.એ. હેઠળનાં બે જિલ્લા એસોસિયેશનનો આ કપરા સમયમાં પણ બીચ સોકર ટુર્નામેન્ટ યોજવા અત્યંત આતુર છે. સુરત જિલ્લા ફૂટબોલ એસોસિયેશન અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ફૂટબોલ એસોસિયેશન આ માટે લીલી ઝંડીની રાહ જૂએ છે. દરમ્યાનમાં, ગુજરાતના ૧૬ ફૂટબોલ કોચ દ્વારા તાજેતરમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને (એ.આઇ.એફ.એફ.) યોજેલા ઓન લાઇન બીચ સોકર કાર્યક્રમમાં તાલીમ પણ લઇ લીધી છે. બીચ સોકર ટુર્નામેન્ટ યોજાય તે પહેલાં એક રેફરીઓ માટેનો તાલીમ વર્ગ ગોઠવવાની પણ યોજના છે. જી.એસ.એફ.એ. બીચ સૉકરમાં ગ્રાસ રૂટ માટે પણ પહેલ કરવા ધારે છે. ગુજરાતમાં બીચ સોકરની વિપુલ તકો છે. કારણ કે તેની પાસે ૧૬૦૦ કિ.મી.નો વિશાળ દરિયા કાંઠો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો શિવરાજપુર બીચ આજકાલ તેના પ્રવાસનના મહત્વને લીધે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બીચ સોકરને લીધે તેનું પ્રવાસન અને રમત-ગમતના કેન્દ્ર તરીકેનુ મહત્વ હજુ વધુ વ્યાપક બની શકે તેમ છે. સુરત પાસે ડુમ્મસ પણ એવું જ એક બીજું રમણીય સ્થળ છે. તે ઉપરાંત પણ કચ્છમાં માંડવી કે દક્ષિણ ગુજરાતમાં તીથલ સહિત ઘણાં કિનારાનાં સ્થળો વિકસિત કરીને બીચ સોકર થકી ધમાકેદાર શરૂઆત કરી શકાય ! ભારત સરકાર, વિભિન્ન રાજ્ય સરકારો અને ઘણાં ખેલકૂદ સંગઠનો દ્વારા જે રીતે રમત-ગમતને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે તેનાથી એક વાત તો નિશ્ચિત છે કે દેશમાં ખેલકૂદ અને ખેલાડીઓનું ભાવિ ઉજ્જવળ છે. બી.સી.સી.આઇ. અને આઇ.પી.એલ.ને લીધે દેશમાં ક્રિકેટનો આજે દબદબો છે. એ.આઇ.એફ.એફ. અને આઇ.એસ.એલ.ને લીધે દેશમાં ફૂટબોલ તરફ આપણા યુવાધનનો ઝોક વધી રહ્યો છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જ્યારે તે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ, ખેલ મહાકુંભ જેવી પહેલ કરીને આપણને માર્ગ ચીંધ્યો છે. રાજ્યમાં સ્પોર્ટ્‌સ ઑથોરિટી ઓફ ગુજરાત (એસ.એ.જી.)નું વિસ્તૃત સંસ્થાકીય સાધન સુસજ્જ માળખું છે. તેમાં ઘણા રમતવીરો અધિકારીઓ છે. તેઓ રમત-ગમતના ઉત્થાન માટે ઉત્સાહિત છે. રાજ્યમાં સંખ્યાબંધ ફૂટબોલ કલબો અને સંસ્થાઓ છે. રાજ્ય સરકારના ટેકાથી સૌ ભેગા થઇને ચમત્કાર સર્જી શકે. ગુજરાતે ગોવા પાસેથી શીખવું જાેઇએ અને ધડો લેવો જાેઇએ. સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગોવા અને ગોવા ફૂટબોલ એસોસીએશને વર્ષ ૨૦૨૦માં જ ગોવા બીચ સોકર પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. તેમણે તો પોર્ટુગલના એલિન્ટન આંદ્રાદે નામના ગોલકીપર ખેલાડીને રાખી લીધા છે કે જેમણે બીચ સોકર વર્લ્ડ કપમાં ત્રણ વખત શ્રેષ્ઠ ગોલકીપર તરીકેનો ખિતાબ મેળવ્યો છે. એટલું જ નહિ, ગોવા પાસે પૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટનો અને અર્જુન એવોર્ડ વિજેતા બ્રહ્માનંદ શંખવાલકર અને બ્રુનો કાઉન્ટીનો જેવા અનુભવીઓ છે. ગોવા નસીબદાર છે કે તેમને બ્રુનો, કેવિન અરાજુઓ અને એન્ટોનિયો પ્રેસ્લી જેવા ભારતીય રાષ્ટ્રીય ખેલાડીઓની સેવા ઉપલબ્ધ છે કે, જેઓ ૨૦૦૭માં આંતરરાષ્ટ્રીય બીચ સોકર રમી ચૂક્યા છે. ગુજરાતમાં જી.એસ.એફ.એ. દ્વારા એક વિનમ્ર શરૂઆત થઇ ચૂકી છે. ગુજરાત સરકાર પોતાની સ્પોટર્સ ઓથોરિટી દ્વારા આગળ ધપે, તેના નિષ્ણાંતો અને માળખાકીય સુવિધાઓનો ઉદાર હાથે ઉપયોગ થવા દે અને રાજ્યમાં વ્યાપક રીતે ફૂટબોલ તથા ખાસ કરીને બીચ સોકર માટે જી.એસ.એફ.એ. દ્વારા કરાતી પહેલને સબળ ટેકો આપે. જાે ગુજરાતમાં બીચ સોકર દરિયાઇ ક્ષેત્રોમાં રમાતી થાય તો લાંબે ગાળે રાજ્યના દરિયા કિનારાના ક્ષેત્રમાં પ્રવાસન અને અન્ય વિકાસને પણ ગતિ પ્રદાન થશે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન તો તેના અદમ્ય જાેમ અને જાેશથી એ.આઇ.એફ.એફ.ની રેન્કીંગમાં ગુજરાતનું ધોરણ ઊંચું લાવવા કટિબદ્ધ છે કોરોના હોય કે ન હોય !. પરીમલ નથવાણી ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસીએશનના પ્રમુખ છે તથા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ ડાઈરેકટર તેમજ રાજય સભા સાંસદ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!