૭ મહિના પહેલા કેશોદનાં ઘનશ્યામ ઈન્ડસ્ટ્રીઝના મુકુંદ ટ્રેડર્સ નામની પેઢીએ ૨૪ લાખની કિંમતનાં ૨૫ ટન સીંગદાણા ટ્રકમાં ભરી સોલાપુર એક વેપારીને મોકલ્યા હતા. પરંતુ બે દિવસ વિતવા છતાં ન પહોંચતા તપાસ હાથ ધરાઈ હતી. ટ્રકમાં સીંગદાણા લઈ જનાર ચાલક મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે મેણસીભાઈ પીઠીયાની ફરિયાદનાં આધારે માણસા ઈટાદર ખાતેનાં ગોડાઉનમાંથી ૫૦૦ કટ્ટા પૈકી ૪૮૭ કટ્ટા કેશોદ લઈ આવવામાં આવ્યા હતા અને ચાલકે અન્ય ૫ શખ્સે પણ મદદ કરી હોવાની કબૂલાત કરતા પોલીસે ૪ને ઝડપી લીધા હતા. જ્યારે બાકીનાં યાસીન હબીબ નારેજા અને અજીમ અલ્લારખા સાંધને પકડી પાડ્યા છે. કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસનાં રીમાન્ડ મંજૂર કર્યા હતા. જે પૂર્ણ થતા જૂનાગઢ જેલ હવાલે કરાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews