આગામી તા. ૩૧મી જાન્યુઆરી ર૦રરનો દિવસ જૂનાગઢ માટે મહત્વનો બની રહેવાનો છે. આ દિવસે મહાનગરપાલિકાની વર્તમાન પદાધિકારીઓની મુદત પુર્ણ થતી હોય, આગામી અઢી વર્ષ માટે નવી નિમણુંક કરવામાં આવનાર છે અને જે અંગે ગતિવિધિ પણ હાથ ધરવામાં આવી રહી છે. ૩૧મી જાન્યુઆરીએ બપોરનાં ૧ર.૦૦ કલાકે મનપાની ખાસ સાધારણ સભા યોજાશે જેમાં ૧૮ જાન્યુઆરીની મીટીંગની મીનીટને બહાલી રાખવા બાબતે ચર્ચા થશે. આ ઉપરાંત મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન અને તેના સભ્યો તેમજ વિવિધ ૧૪ સમિતિનાં સભ્યોની અઢી વર્ષની મુદત પુર્ણ થતી હોય, નવી નિમણુંક કરવામાં આવશે. મેયર સહિતનાં પદાધિકારીઓની વરણીનો તખ્તો ગોઠવાઈ રહયો અને હાલ પોત પોતાના ગ્રુપ સાથે ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ રજુઆતો પણ કરવામાં આવી રહી છે અને પોતાના સભ્યો મહત્વનાં પદ ઉપર વરણી પામે તે માટેનું લોબીંગ શરૂ થઈ ગયું હોવાનું જાણવા મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews