જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ર્વાષિક અંદાજપત્રીય બજેટમાં કરેલા ભાવ વધારાને પગલે જૂનાગઢ મહાનગરમાં દેકારો : પ્રજામાં જબ્બર રોષ

0

જૂનાગઢ મનપાનાં અંદાજપત્રીય બજેટની બેઠકમાં રૂા.૧.૧૬ કરોડની પુરાંતવાળું વર્ષ ર૦રર-ર૩નું બજેટ કમિશ્નર દ્વારા સ્થાયી સમિતિને સુપ્રત કરેલ છે. આ બજેટમા જુદા જુદા કર ઉપર વધારો ઝીંકી દેવામાં આવ્યો છે ત્યારે તેને લઈને પ્રજામાંથી ઉગ્ર રોષ જાેવા મળી રહયો છે. મનપાનાં કમિશ્નર રાજેશ તન્નાએ વર્ષ ર૦રર-ર૩નું બજેટ તૈયાર કરી અને સ્થાયી સમિતિને સુપ્રત કરેલ છે જેમાં આવકનો અંદાજ ૪૦૪.૭ર કરોડનો કરાયો છે. સામે કુલ ખર્ચનો અંદાજ ૪૦૩.પપ કરોડનો કરાયો છે. કુલ ૧.૧૬ કરોડનું પુરાંત વાળું બજેટ રજુ કરવામાં આવેલ છે. આ બજેટમાં ખાસ કરીને રહેણાંક મિલ્કતનો વેરો પ્રતિ ચો.મી. રપ હતા જેમાં ૩ રૂપિયા વધારી ર૮ રૂપિયા કરાયા છે. ખુલ્લા પ્લોટ ઉપર પ્રતિ ચો.મી.નાં ચાર્જમાં રૂા.૬નો વધારો કરી રૂા.૧૦ કરાયો છે. કોમર્શીયલ મિલ્કત ઉપર રૂા.૪પથી વધારીને રૂા.પ૦ કરવાની દરખાસ્ત કરાઈ છે. દિવાબત્તી કર રહેણાંકમાં પ્રતિ મિલ્કત ૧૭પ હતા જેમાં વધુ રૂા.૭પ વધારો રૂા. રપ૦ કરાયેલ છે. જયારે બિન રહેણાંક મિલ્કત ઉપર રૂા.૩૦૦ હતા જેમાં રૂા.૧૦૦નો વધારો કરી રૂા.૪૦૦ કરવામાં આવ્યો છે. આમ સફાઈકર, રહેણાંક મિલ્કત, બિન રહેણાંક મિલ્કત તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સહિતની સેવામાં તોતિંગ ભાવવધારો કરવામાં આવેલ છે અને આ ભાવ વધારાનાં આંકડાઓ જાહેર થતાં લોકોમાં ભારે રોષનો દાવાનાળ ભભૂકી ઉઠયો છે. જૂનાગઢ મનપા કમિશ્નર દ્વારા તૈયાર કરેલા બજેટને સ્ટેન્ડીંગ કમીટીમાં રજુ કરી આગામી જનરલ બોર્ડની બેઠકમાં મંજુરી માટે પણ મુકવામાં આવશે ત્યારે આ બેઠક ઉપર પ્રજાજનોની મીટ મંડાયેલી છે. લોકોની લાગણી અને માંગણી એવી રહી છે કે, હાલનાં સંજાેગોમાં કોઈપણ પ્રકારનું કર ભારણ મનપા દ્વારા ન નાખવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે. પ્રજા પ્રશ્ને કયાં છે આંદોલન કરનારાઓ. આ પ્રશ્ને શહેરમાં ગંભીર પ્રત્યાઘાત પડયા છે. શહેરમાં નવી સુવિધા ઉભી કરવાને બદલે માત્ર ટેક્ષ વધારો જ કરવામાં આવે છે. આખું શહેર નર્કાગારમાં જીવી રહયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!