જૂનાગઢમાં ગિરનાર તળેટી, ભવનાથની પાવન ગોદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી ઉદાસીન પંચાયતી બડા અખાડા ખાતે ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂશ્રી ચદ્રં ભગવાન તેમજ પ્રાતઃ સ્મરણીય સદગુરૂદેવ ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી તથા શ્રી સંકટ મોચન હનુમાનજીદાદાની અસીમ કૃપાથી અખાડાના મહંત પ. પૂજ્ય સંત શ્રી ગંગાદાસજીબાપુના પાવન માર્ગદર્શન હેઠળ હાલમાં શ્રી ઉદાસીન પંચાયતી અખાડા ખાતે જ્યાં શ્રી ચંદ્ર ભગવાનનું મંદિર છે, સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજીનું મંદિર છે અને બાબાજીની સમાધિ પણ ત્યાં આવેલી છે. શ્રી સંકટ મોચન હનુમાનજીદાદાનું મંદિર હાલમાં વર્ષોથી છે જે હનુમાનજીની શિખર ઉંચાઈ ૧૩૧ ફૂટ જમીન તળથી ઉંચાઈ થશે અને શ્રી ચંદ્ર ભગવાનનું ૧૨૧ ફૂટ જમીનથી ઉપર શિખર બનશે અને પૂજ્ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીનુ મંદિર ઉપર જમીનથી ૧૦૧ ફૂટ ઉંચાઈ આ ત્રણેય શિખરનું કામ પૂરજાેશમાં ચાલું છે ભવ્યતાથી ભવ્ય શિખર બની રહેલ છે. સૌના સાથ સહકારથી આ કાર્ય હાલ થઈ રહેલ છે. અખાડાના મહંત શ્રી ગંગાદાસબાપુએ કહેલ કે, શિવરાત્રી ઉપર આ કામ બંધ રહેશે સરકારની ગાઈડલાઈન અનુસાર મહા શિવરાત્રી ઉપર પાંચ દિવસ સાધુ સંતો તથા ભાવિક, ભજતજનો માટે બંને ટાઈમ મહાપ્રસાદ પૂજ્ય બાબાજીની હયાતીથી હરી હર શિવરાત્રી ઉપર ચાલું છે. શિવરાત્રી પૂર્ણ થયા બાદ તા.૨-૩-૨૨ના રોજ અખાડા ખાતે ‘કડી પકોડી’નો મહાપ્રસાદ આપવામાં આવશે. શિવરાત્રી ઉપર પ્રતિ વર્ષ જાેડિયા રામવાડી ગ્રુપમાંથી ૨૫ થી ૩૦ ભાવિક ભકતજનો જામનગર, મહીકા, રાજકોટ, સુરત, કચ્છથી પાકડસર તેમજ શ્રી ઉદાસીન આશ્રમથી પૂજ્ય સંત શ્રી ક્રિષ્નાદાસબાપુ પણ ઉદાસીન અખાડામાં તન, મન, ધનથી મદદ કરી રહ્યા છે. પોતાની હાજરી પણ હોય છે. જાેડિયાધામથી શનિભાઈ વડેરા, રાજકોટના પૂજ્ય બબાજીના અનન્ય સેવક જયસુખભાઈ જશાણી તથા ભોલેબાબાજીના સેવક સમુદાયના સાથ સહકારથી અત્યારે અખાડા ખાતે પુરજાેશમાં કામ ચાલું છે તેમ મહંત પૂજ્ય શ્રી ગંગાદાસબાપુએ જણાવેલ છે. રાજકોટ ત્રિશુલ પંપના દિનેશભાઈ પેઢડિયા, ડાયાભાઈ પટેલ, અમરેલીથી સેવા કરવા આવે છે. મહા શિવરાત્રી નોમથી શિવરાત્રી સુધી મહાઆરતી, સુંદરકાંડના પાઠ અને નોમના સવારે ધ્વજારોહણવિધિ અખાડાના મહંત શ્રી ગંગાદાસબાપુ તથા સર્વે સંતોના હસ્તે ધજા ચડે છે અને નોમથી શિવરાત્રી સુધી મહાપ્રસાદ બંને ટાઈમ ભોલેબાબાજીની અસીમ કૃપાથી ઘણા વર્ષથી ચાલું છે. સરકારની ગાઈડલાઈન અનુસાર શિવરાત્રી ઉજવાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews