સોમનાથ ખાતે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વતૈયારીઓનું જૂનાગઢ રેન્જ આઈ.જી. મનીંદરસિંહ પવારે નિરીક્ષણ કર્યું

0

દેશના ૭૩માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી ગીરસોમનાથ જિલ્લામાં સોમનાથના સાનિધ્યમાં થનાર હોય ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ રહી છે. સુરક્ષા વિભાગની વિવિધ પાંખો દ્વારા ૧૮ પ્લાટુન બનાવીને ભવ્ય પરેડનું આયોજન કરાયું છે. ત્યારે સમગ્ર કાર્યક્રમ અને પરેડની રિહર્સલનું જૂનાગઢ રેન્જ આઇ.જી. મનીંદર સિંહ પવારે નિરીક્ષણ કર્યું હતું તેમજ યોગ્ય નિર્દેશ આપ્યા હતા. પરેડની સમીક્ષા કર્યા બાદ રેન્જ આઇ.જી.એ પરેડ કમાન્ડર અને અધિકારીઓને યોગ્ય સૂચન આપ્યા હતા અને શિસ્ત સાથે સુદ્રઢ આયોજનબદ્ધ પરેડ કરવા માટે  માર્ગદર્શન આપ્યું હતું. ધ્વજવંદન બાદ મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી ખુલ્લી જીપ્સીમાં પરેડ નિરીક્ષણ કરશે ત્યારબાદ કુલ ૧૮ પ્લાટુન દ્વારા માર્ચ પાસ્ટ કરીને તેઓને સલામી આપવામાં આવશે. જેમાં નેવીના કમાન્ડો, સમગ્ર રાજ્યભરની વિવિધ જિલ્લાની પોલીસ પ્લાટુન, મહિલા પોલીસ પ્લાટુન, શ્વાન દળ, અશ્વદળ, એન.એસ.એસ. યુનિટ તેમજ વિવિધ સુરક્ષાદળો જાેડાશે. પોલીસ બેન્ડ પાર્ટી દ્વારા ધ્વજવંદન અને પરેડમાં ઉત્સાહવર્ધક ધૂનો દ્વારા વાતાવરણની શોભામાં અભિવૃદ્ધિ કરાશે. આ તકે ગીરસોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મદદનીશ પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક એસ.જે. ખાચર, પ્રાંત અધિકારી સર્યુંબા જસરોટીયા, હેડક્વાર્ટર ડી.વાઈ.એસ.પી. એમ.એમ. પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!