ઉના પોલીસે બે દરોડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો

0

ઉનાનાં પીઆઈ વિજયસિંહ ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.વી. સાંખટ સહીતનાં સ્ટાફે કેસરીયા ગામ આગળ ગોકુલ હોટલ પાસે દિવ તરફથી આવતી બોલેરો પીકઅપ વાન નં. જીજે-૩ર-ટી-પ૮૧પને રોકી ચેક કરતાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ ૧૮૦, બીયર નંગ ૯૬, મોબાઈલ-૧, બોલેરો વાન મળી કુલ રૂા. ર,૬૯,૯ર૦નાં મુદામાલ સાથે નિતેશ પ્રેમજીભાઈ બામણીયા (વેરાવળ) અને રાહુલ રાણાભાઈ ચુડાસમા (છારા-કોડીનાર)ને ઝડપી લીધેલ હતાં.જયારે બીજા બનાવમાં અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પાસેથી સ્કવોડા મોટર કાર નં. જીજે-૦૧-આરએમ ૬૭૩૩માંથી રાજકોટનાં અજય અશોકભાઈ વાળા, નિકુંજ જયેન્દ્રભાઈ સોલંકી, જયદીપ ભરતભાઈ તન્નાને ૬૯ વિદેશી દારૂની બોટલ, મોબાઈલ, કાર મળી કુલ રૂા. ર,૪૧,૭૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!