૩૩ જીલ્લાના ૬૫૦૦ પત્રકારોનું વિશાળ સંગઠન ધરાવતા ગીર-સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની સુત્રાપાડા ખાતે મળેલ બેઠક સંપન્ન

0

ગુજરાત રાજ્યના ૩૩ જીલ્લાના ૬૫૦૦ પત્રકારોનું વિશાળ સંગઠન ધરાવતા પત્રકાર એકતા સંગઠનની ગીર-સોમનાથ જિલ્લાની અગત્યની બેઠક પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ અગ્રણી ગીરવાનસિંહ સરવૈયા, જલદીપભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જીલ્લા પ્રમુખ હેમલભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને સુત્રાપાડા ખાતે કોમ્યુનિટી હોલમાં મળી હતી. રાજય અને જીલ્લાના વરીષ્ઠ પત્રકારોના વરદહસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ થયેલ. આ બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકામાંથી પત્રકારોએ ભાગ લીધો હતો. પ્રાસંગિક પ્રવચન દરમ્યાન સમાજ પત્રકારોનું સન્માન કરે તેવી પ્રમાણીક કામગીરી કરવા પત્રકારોને આહવાન કરતાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે, કોઈપણ જાતની ફી લીધા વગર રાજ્યમાં પત્રકારો માટે કામ કરતું આ એક માત્ર સંગઠન છે, આ સંગઠનમાં રાજ્યના ૩૩ જીલ્લાના ૬૫૦૦ પત્રકારો જાેડાયા છે, પત્રકારોના હક્ક-હીત માટે ૧૨ મુદ્દાની માંગણી સાથે સંગઠને સરકારમાં રજૂઆત કરી છે તેનો પરીણામલક્ષી સુખરૂપ નિવારણ લાવવા પ્રદેશ અગ્રણીઓએ રાજ્યના ૨૫ જીલ્લાનો પ્રવાસ કર્યો છે. લાભુભાઈએ સંગઠનનું નામ બદનામ થાય નહી અને પીળા પત્રકારીત્વથી દુર રહેવા સૌને અનુરોધ કરી આ સંગઠનને વધુ કાર્યરત અને મજબૂત કરવા સૌને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. વિવિધ વક્તાઓએ પ્રાસંગિક પ્રવચન દરમ્યાન લોક પ્રશ્નોને વાંચા આપી સંગઠન મજબૂત કરવા ઉપર ભાર મૂક્યો હતો.આ બેઠકમાં સંગઠનનાં પ્રદેશ કારોબારી સભ્ય તરીકે સરદારસિંહ ચૌહાણ(તાલાલા ગીર), મહંમદભાઇ સોરઠીયા(વેરાવળ)ની પસંદગી કરી હતી, જ્યારે પ્રદેશ આઈ.ટી.સેલ.માં અરૂણભાઇ જેબર અને સુત્રાપાડા તાલુકા પ્રમુખ તરીકે યુવા પત્રકાર ભરતભાઈ જાદવની વરણી થઈ હતી. કાર્યક્રમના પ્રારંભે પત્રકાર ભરતભાઈ જાદવે સ્વાગત કરી સૌને આવકાર્યા હતા, ત્યારબાદ અવસાન પામેલ સંગઠનનાં જીલ્લા પ્રભારી રમેશભાઈ ખખ્ખર(વેરાવળ)ને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ પરડવાએ કર્યું હતું, અંતમાં મહીલા પત્રકાર કાજલબેન ભટ્ટ(તાલાલા)એ આભાર દર્શન કરી ગીર-સોમનાથ જિલ્લા પત્રકાર સંગઠનનાં ગૌરવવંતા કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!