જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે પત્રકાર એકતા સંગઠન ગુજરાતની મિટીંગ પ્રદેશ પ્રમુખ લાભુભાઇ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ કાર્યક્રમની શરૂઆત રાજ્યનાં મંત્રી દેવાભાઈ માલમ અને પ્રદેશ હોદેદારોનાં હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પત્રકાર એકતા સંગઠનનાં પ્રયોજક એવા સલીમભાઈ બાવાણી, વરિષ્ઠ પત્રકારનાં પિતા દિલીપભાઈ તેમજ કોરોના કાળ દરમ્યાન સંગઠને ગુમાવેલા તમામ પત્રકારોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ હાજર તમામ પત્રકારોએ પોતાનો પરીચય આપી કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો. ઉપસ્થિત પ્રદેશ કારોબારીનાં આઇટી સેલના અધ્યક્ષ સમીર સલીમભાઇ બાવાણી દ્વારા ડીજીટલ યુગ અને પત્રકારોનાં જીવનમાં હાલ ઈન્ફોરમેશન ટેકનોલોજી ડગલેને પગલે ઉપયોગમાં આવતી હોય છે જેને લોકોનાં હિતાર્થે સદઉપયોગ કરવા સૂચન કર્યું હતું. ત્યારબાદ પ્રદેશ મહામંત્રી જલદીપભાઈ ભટ્ટ દ્વારા પત્રકારોને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓ વિષે હાજર પત્રકારોને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ પ્રદેશ ઉપપ્રમુખ ગીરવાનસિંહ સરવૈયા દ્વારા સંગઠનની કારોબારી અંગે હાજર પત્રકારોને વિસ્તૃત માહિતી આપી અને સંગઠનની વ્યૂહ રચના વિષે માર્ગદર્શન આપ્યું હતું. વિશેષમાં પત્રકાર એકતા સંગઠનનાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા સંગઠનની માળખાકીય રચના અને નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન અને નિયુક્તિ પત્રો પ્રદેશ અગ્રણીઓનાં હસ્તે આપવામાં આવ્યા હતાં. પત્રકાર એકતા સંગઠનનાં પ્રદેશ અધ્યક્ષ અને નવનિયુક્ત જિલ્લા પ્રમુખ વિનુભાઈ ચંદારાણાનું સન્માન વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ અને જૂનાગઢ અને સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. નવ નિયુક્ત હોદ્દેદારોનું સન્માન દલિત સમાજ દ્વારા પણ કરવામાં આવ્યું હતું. વિનુભાઈ ચંદારાણા દ્વારા જૂનાગઢ જિલ્લામાં મજબૂત સંગઠન નિર્માણ કરવા કટિબદ્ધ હોવાની ખાતરી આપી હતી. તેમજ તાલુકા સંગઠનની રચના વહેલીતકે પૂર્ણ કરવા ખાતરી આપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews