ગિરનારની ભૈરવ ટુંક ઉપર માત્ર સેકન્ડમાં ચડી જતાં યુવકનો વિડીયો વાયરલ

0

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં દર વર્ષે નવા નવા વિક્રમો સર્જાતા રહે છે ત્યારે ગિરનાર પર્વત ઉપર ભૈરવ ટુંક તરીકે ઓળખાતી ટોચ ઉપર એક યાત્રિક યુવક પવનવેગે સડસડાટ કોઈપણ સહારા વગર ચડતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ૩પ૦૦ ફુટથી વધુ ઉંચાઈ ધરાવતો ગિરનાર પર્વત ચઢવો ખુબ જ કઠિન છે. અહીં આવતા લોકો પર્વતના ધર્મસ્થાનો સુધી કલાકો ચાલે ત્યારે પહોંચી શકે છે. જાે કે ગિરનાર પર્વત ચઢવા માટે દર વર્ષે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા પણ યોજવામાં આવે છે ત્યારે ગિરનાર પર્વતમાં ભૈરવ ટુંક તરીકે ઓળખાતા ઉંચા પર્વત ઉપર એક યુવાન હૈરતભરી રીતે કોઈપણ જાતના સહારા વગર જ સડસડાટ પર્વત ચઢતો હોય તેવો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલ વિડીયો બે મીનીટ અને રપ સેકન્ડનો છે જેમાં ગિરનાર પર્વત ઉપર આવેલા કોઈ સહેલાણીએ ઉતાર્યો હોય તેવું જણાય આવે છે. ભૈરવ ટુંક ખુબ જ ઉંચાઈ ઉપર આવેલ છે અને ત્યાંથી ગબડી પડાઈ તો સીધા જ ખાઈમાં પડવાનું જાેખમ રહેલું હોવા છતાં આ હિંમતવાન યુવાન જાણે કરતબ દેખાડતો હોય તેમ કોઈપણ જાતનાં ડર વગર ભૈરવ ટુંકની પહાડીની સીધી અને કઠીન ચઢાઈ આસાનીથી ચડી ઉપર ફરકતા ધ્વજ સુધી પહોંચી જતો વિડીયોમાં જાેવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!