જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરક્ષક મનીંદર પ્રતાપ સિંહ પવાર, જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એલસીબીનાં પીઆઈ એચ.આઈ. ભાટી તથા પીએસઆઈ એ.ડી. વાળા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમીનાં આધારે માણાવદરનાં રઘુવીરપરા નેહલગીરી આશ્રમ પાછળ પડતર ખૂલ્લી જગ્યામાંથી રેડ દરમ્યાન ૩૪ર૦ બોટલ વિદેશી દારૂની તેમજ રોકડ રૂા.પ હજાર, મોબાઈલ ફોન તેમજ ટ્રક અને ખોળનાં બાચકા સહિત કુલ રૂા.ર૩,૯૩,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને કુલ ૯ શખ્સો સામે ગુનો દાખલ કરેલ છે. ક્રાઈમબ્રાન્ચનાં પીએસઆઈ એ.ડી. વાળાએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં મજકુર હાજર નહી મળી આવેલ શ્યામ ઘુસા ઉર્ફે ઘનશ્યામ આહિર રહે. ગોંડલ જેતપુર રોડ રાજનગર તથા નાસી જનાર અકરમ અલ્લારખા પલેજા રહે. માણાવદર રઘુવીરપરા વાળાઓએ પૂર્વ આયોજીત કાવતરૂ કરી આર્થિક નફો મેળવવા માટે ગેરકાયદેસર રીતે અજય રહે.બડસા તા.બહાદુરગઢ મો.નં.૯૭૭૩૮ ૧૬૬૯૪ વાળા પાસેથી બહારનાં રાજયમાંથી ઉપરોકત પકડાયેલ વાહન ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી આ દારૂનો જથ્થો તેનાં મળતીયો નાસી જનાર મકસુદ મુસા ગામેતી, બ્રિજેશ ઉર્ફે બાદલ ભરત પટેલ રહે. માણાવદર રઘુવીરપરા વાળાઓ તથા અજાણ્યા ઈસમો તથા પકડાયેલા ઈસમો ૧. એઝાઝ મહમદભાઈ હિંગોરા, ગામેતી(ઉ.વ.૩ર) રહે.અગતરાય મસ્જીદ શેરી તા.કેશોદ, ર. પરવિન સત્યવીર સાંગવાન, જાટ(ઉ.વ.ર૯) રહે. ગુદાણા ગામ પોલીસ સ્ટેશન બાઢણા તા.ચરખીદારી જી.ભીવાની રાજય હરીયાણી ૩. રવિન્દ્રકુમાર કૃષ્ણકુમાર રોહીલા, દરજી(ઉ.વ.૩૦) રહે. હાસેનો ૧૩૦૪ દિનોદ રોડ પાસે બાલાજી કોલોની ભીવાની રાજય હરીયાણા વાળાઓ મારફતે કટીંગ કરી કરાવતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની પેટી નંગ ર૮૧ તથા છુટી બોટલ નં.૪૮ મળી કુલ બોટલ નં.૩૪ર૦ કિંમત રૂા.૧૩,૬૮,૦૦૦ તથા રોકડા રૂા.પ૦૦૦ તથા મોબાઈલ ફોન નં.ર કિંમત રૂા.ર૦,૦૦૦ તથા ટ્રક કિંમત રૂા.૧૦,૦૦,૦૦૦ તથા ખોળનાં બાચકા નં.૧૭ તથા બીલટી મળી કુલ રૂપિયા ર૩,૯૩,૦૦૦નો મુદ્દામાલ પશુ આહાર ખોળની બીલટીની આડમાં બહારનાં રાજયમાંથી પ્રતિબંધીત ગુજરાત રાજયમાં પશુ આહારની ખોટી બીલટીનો સાચા તરીકે ઉપયોગ કરી બનાવ સ્થળ સુધી પકડાયેલા જથ્થો પહોંચાડી ગુનામાં અકે બીજાએ મદદગારી કરવા સબબ કુલ ૯ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને વધુ તપાસ માણાવદરનાં ઈન્ચાર્જ પીએસઆઈ પી.એસ. ઝાલા ચલાવી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews