જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતા સિનિયર સીટીઝન એવા મહિલાના પતિએ ચારેક વર્ષ પહેલાં એક કૌટુંબિક સંબંધ ધરાવતા વેપારી મિત્રને રૂા.૨,૫૦,૦૦૦/- હાથ ઉછીના આપ્યા હતા. જે પેટે વેપારીએ કોરા ચેક પણ આપ્યા હતા. થોડા સમય બાદ વેપારીએ એક લાખ રૂપિયા સિનિયર સીટીઝન એવા મહિલાના પતિને પરત આપી દીધા હતા અને દોઢ લાખ રૂપિયા બાકી હતા. દરમ્યાન કોરોના કાળ વખતે સિનિયર સીટીઝન એવા મહિલાના પતિનું અવસાન થતાં, મિત્ર વેપારીએ હાથ ઊંચા કરી દીધા હતા. સિનિયર સીટીઝન એવા મહિલાનો પુત્ર વિદેશમાં હોય તેના દ્વારા વેપારી પાસે ઉઘરાણી કરવામાં આવતા અને મહિલા દ્વારા પણ રૂપિયા માંગતા ગલ્લા તલ્લા કરી, વેપારીની દાનત બગડતા, હાથ ઊંચા કરી દેતા, સિનિયર સીટીઝન એવા મહિલા મૂંઝાઈ હતી અને તેના ભાઈ દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતે નિરાધાર હોઈ, મદદ કરવા જણાવી, અરજી આપેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝન પોલીસ હે.કો. શૈલેષભાઈ, કમલેશભાઇ, દેવેન્દ્રસિંહ સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે રૂા.૧,૫૦,૦૦૦/- પરત નહીં આપતા, સામેવાળા વેપારીને રૂબરૂ બોલાવી, મદદ કરનાર પરિવારને આ બદલો આપવો, યોગ્ય નહીં હોવાનું સમજાવી, કાયદા હેઠળ કાર્યવાહી કરવા, પોલીસની ભાષામાં સમજાવતા, સામાવાળા ઉભા ઉભા ત્રણ દિવસમાં રૂા.૧,૫૦,૦૦૦/- સિનિયર સીટીઝન એવા મહિલાના ખાતામાં જમા કરાવી, પરત આપતા, અરજદાર સિનિયર સીટીઝન એવા મહિલા તથા તેના તેના ભાઈ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારોને હવેથી તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના રૂા.૧,૫૦,૦૦૦/- પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની કમાણી હાથમાંથી જતી રહેત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરેલ હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદાર સિનિયર સીટીઝન એવા મહિલાના પતિને મિત્રતાની આડમાં છેતરવા નીકળેલ સામાવાળા પાસેથી બાકી રહેતા રૂપિયા પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews