મહાશિવરાત્રી મેળા અંગે રાજય સરકાર વહેલી તકે નિર્ણય લે : ગિરનાર મંડળનાં અધ્યક્ષ પૂ. ઈન્દ્રભારતી બાપુ

0

જૂનાગઢ નજીક આવેલ ભવનાથ ક્ષેત્ર કે જયાં ભવનાથ મહાદેવ તેમજ અન્ય ધાર્મિક સ્થળો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આવા પાવનકારી પવિત્ર ભૂમિ ઉપર પરંપરાકાળથી શિવરાત્રીનો મેળો દર વર્ષે યોજાતો હોય છે. અને પાંચ દિવસનાં આ મેળામાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાતો હોય છે. આજે રપમી જાન્યુ. થઈ અને આવતી તા. રપ ફેબ્રુ.નાં મહાવદ નોમનાં દિવસે ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ કરવાનો હોય છે. છેલ્લા બે વર્ષ થયા કોરોનાનાં કારણે સરકારની સુચના મુજબ શિવરાત્રીનો મેળો તેમજ પરીક્રમાનો મેળો યોજાતો હોય છે. ત્યારે આગામી શિવરાત્રીનો મેળો યોજવો કે કેમ તે અંગે અવઢવ પ્રવર્તી રહી છે. ત્યારે તાત્કાલીક અસરથી સરકાર દ્વારા મેળાનાં આયોજન અંગેની ગાઈડલાઈન જારી કરવામાં આવે તેવી લાગણી સંતો અને ભાવિકોમાં પ્રવર્તી રહી છે.આગામી રપ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી મેળાનો ધ્વજારોહણ સાથે પ્રારંભ વિધીવત રીતે કરવામાં આવે છે. અને તા. ૧ માર્ચનાં રોજ મહાશિવરાત્રી હોય ત્યારે વર્તમાન કોરોના મહામારીને લઈને મહાશિવરાત્રી મેળો યોજવો કે કેમ તે અંગે રાજય સરકારને વહેલી તકે નિર્ણય લેવા ગિરનાર મંડળનાં અધ્યક્ષ પૂ. ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું છે. વધુમાં ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે હવે ખુબ જ ટુંકો ગાળો હોવાથી મહાશિવરાત્રી મેળાની તૈયારીઓનું આયોજન કરવું કે કેમ તે અંગે સરકાર વહેલી તકે નિર્ણય લઈ અને જાહેરાત કરે તે અતિ જરૂરી છે જેથી સાધુ સંતો દ્વારા આશ્રમોમાં આયોજન થઈ શકે. આ મહાશિવરાત્રી મેળામાં નાના મોટા અનેક ધંધાર્થીઓ પેટીયુ રળવા રોજગારી માટે આવે છે અને અંદાજે રૂા. ર૦૦ કરોડનું ટર્ન ઓવર થાય છે ત્યારે નાના મોટા ધંધાર્થીઓને ધ્યાને લઈ સરકારે વિચારણા કરવી જરૂરી છે તે માટે શકય તેટલો વહેલો નિર્ણય લેવા સાધુ સમાજ વતી પૂ. બાપુએ માંગણી કરી છે. ઉપરાંત શિવરાત્રીમાં સાધુ સંતોની રવેડી રૂટ ઉપર જયારે પસાર થાય છે ત્યારે ધ્વજાને અવરોધરૂપ થતા કેબલ, સ્ટ્રીટ લાઈટો, કેમેરાથી ઘણી વખત શોટસર્કીટ થવાની શકયતાઓ રહે છે અને અનાયસે ધ્વજા પડે તો ભાગદોડ થાય છે તે એ અંગે પણ તકેદારી રાખવા અંગે તંત્ર સમક્ષ માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!