જૂનાગઢ શહેર-જીલ્લામાં કોરોના એટલી ઝડપે આગળ વધી રહયો છે કે દરેક ક્ષેત્રમાં મોટા અધિકારીથી લઈને નાના કર્મચારીઓ સંક્રમિત બન્યા છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં વધુ ૮પ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ શહેરમાં પ૪ કેસ નોંધાયા છે. મનપા કચેરીમાં ડે. કમિશ્નર, આસી. કમિશ્નર, ચીફ ઓડીટર, સેને. ઈન્સ્પેકટર, આસી. સુપરવાઈઝર અને બે કોમ્પ્યુટર ઓપરેટર કોરોના સંક્રમિત બન્યા છે. ત્રીજી લહેરમાં મનપાના ૩પથી વધુ કર્મચારીઓ સંક્રમિત બની સાજા થયા છે. જયારે પોલીસ વિભાગની વાત કરીએ કેશોદનાં ડીવાયએસપી તેમજ જીલ્લાનાં અન્ય પીએસઆઈ, પીઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ સહીતની કેડરનાં ૭પ જેટલા પોલીસકર્મીઓ ઝપટમાં આવ્યા છે. તેમજ સિવીલ હોસ્પીટલમાં બે તબીબ, ૭ નર્સીંગ સ્ટાફ અને બે કલાર્કને કોરોના થયો છે. તેમજ એક વૃધ્ધાશ્રમમાં ૧૩ જેટલા વડીલો સંક્રમિત બન્યા છે. કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ જીલ્લામાં ૧પ૦ કેસો નોંધાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews