ગિરનાર પર્વત ઠંડોગાર : રેકોર્ડબ્રેક ૧.૧ ડિગ્રી તાપમાનનાં પગલે  : જનજીવન ઠુંઠવાયું

0

જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં આજે કાતિલ ઠંડીનું જાેરદાર આક્રમણ થયું છે. ખાસ કરીને ગરવો ગિરનાર જયાં શિયાળાની આ મોસમમાં પ્રવાસી જનતા મોટી સંખ્યામાં આવતી હોય છે અને સમગ્ર ભવનાથ વિસ્તાર ભાવિકો અને પ્રવાસીઓથી ધમધમતો હોય છે તેવા આ વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળો, પ્રવાસીઓ, ભાવિકો અને આસપાસનાં જંગલ વિસ્તારમાં રહેતા પશુ-પક્ષીઓ માટે પણ કાતિલ ઠંડીએ સમસ્યા સર્જી છે. આજે સવારે ગિરનાર પર્વત ઉપર રેકોર્ડબ્રેક ૧.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા લોકો ઠુંઠવાય ગયા છે. કાતિલ ઠંડીનાં કારણે અસલ શિયાળાનો મિજાજ જાેવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં અને સોરઠ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ફરી કડકડતી ઠંડીનો દોર શરૂ થતા જનજીવન પ્રભાવિત બન્યું છે. હાડ ધ્રુજાવતી ઠંડીનાં કારણે લોકોએ દિવસ દરમ્યાન ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે છે. જયારે પશુ-પક્ષીઓને પણ ઠંડીનાં કારણે પોતાનાં નિવાસમાંથી બહાર ન નીકડી શકે તેવી સ્થિતિ છે. દરમ્યાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગનાં હિંમત વઘાસીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સોમવારે તાપમાન ૪.૩ ડિગ્રી ઘટીને ૮.ર ડિગ્રીએ આવી ગયું હતું. ઠંડીમાં ૧૧ ડિગ્રીનો વધારો થયો હતો. ગિરનાર પર્વત ઉપર ગઈકાલે ૩.ર ડિગ્રી ઠંડી પડતા યાત્રીકો, સ્થાનિક રહેવાસીઓ, ધંધાર્થીઓ, આશ્રમોનાં સંતો-મહંતો તેમજ ગિરનાર જંગલનાં પશુ-પ્રાણીઓની સ્થિતિ કફોડી બની હતી. દરમ્યાન આજે જૂનાગઢ શહેરનું મહત્તમ તાપમાન ૯.૪ ડિગ્રી છે, લઘુત્તમ તાપમાન ૬.૧ ડિગ્રી છે જયારે ભેજ ૮૬ ટકા છે અને પવનની ગતિ ૩.ર છે. જૂનાગઢ શહેરમાં ૪ વર્ષ બાદ ૬.૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હજુ પણ બે દિવસ કોલ્ડવેવ જેવી સ્થિતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે અને ત્યારબાદ ક્રમશઃ ઠંડીમાં ઘટાડો થશે તેમ હવામાન વિભાગનાં હિંમત વઘાસીયાએ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!