ગીર-સોમનાથમાં રાજ્યકક્ષાના પ્રજાસતાક દિવસની ઉજવણી ઉપર જાણો જિલ્લાની પ્રાકૃતિક તથા સાંસ્કૃતિક વિરાસત

0

દેશમાં ૭૩મો પ્રજાસતાક દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી સોમનાથ દાદાના પ્રાંગણ સમા ગીર-સોમનાથ જિલ્લા ખાતે કરવામાં આવી રહી છે. ગીર-સોમનાથ જિલ્લાની ઓળખ અનેક વિવિધ સ્થળ અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલી છે. ગીર-સોમનાથ જિલ્લામાં એશિયાટીક સિંહોનો પણ વસવાટ રહેલો છે. જ્યારે પ્રજાસતાક દિવસની ઉજવણી ગીર-સોમનાથ જિલ્લામાં થઈ રહી છે. ત્યારે આ જિલ્લાની કેટલીક પ્રાકૃતિક તથા સાંસ્કૃતિક વિશેષતાઓ પણ અનોખી છે. ગુજરાતના પશ્ચિમી અરબ સાગર કિનારે આવેલ ગીર-સોમનાથ જિલ્લાને કુદરતે પ્રાકૃતિક સંપદાથી નવાજયો છે. ગીર-સોમનાથ જિલ્લાની પ્રવાસન ક્ષમતા અને સંભાવનાઓને દીઘર્દ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ઓળખી હતી. જેને કારણે વર્ષ ૨૦૧૩ના ઓગસ્ટ માસમાં તેમના દ્વારા જૂનાગઢ જિલ્લામાંથી ગીર-સોમનાથ જિલ્લાની રચના કરાઈ હતી. તેમની જ  દીઘદ્રર્ષ્ટિથી સોમનાથ તીર્થનો કાયાકલ્પ થયો છે. સોમનાથ મહાદેવના ચરણોમાં કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં બનાવાયેલ સમુદ્ર દર્શન પથ આજે સરકારની દીઘદ્રર્ષ્ટિનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ જાેવા મળે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના યાત્રાધામોને ઉત્તમ માળખાકીય સુવિધાઓ પુરી પાડીને તીર્થ પ્રવાસનને વેગવંતુ બનાવ્યું છે. વૈશ્વિક સ્તરની સુવિધાઓ પૂરી પાડતું સોમનાથ સર્કિટ હાઉસએ સરકારના સુશાસનનું પ્રતીક છે. ગુજરાતના ધાર્મિક પ્રવાસનનું કેન્દ્ર અને કરોડો લોકોની આસ્થાનું પ્રતિક એવું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર જિલ્લામાં સ્થિત છે. યથા નામ તથા ગુણાન અનુસાર જિલ્લામાં ગીર અભયારણ્ય અને જંગલનો મોટો ભાગ આવેલો છે. જેના કારણે જિલ્લામાં એશિયાટિક સિંહોની ડણક સાંભળવા મળે છે. ગીર-સોમનાથ જિલ્લાનું મુખ્યમથક અને જિલ્લાનો સૌથી મોટો તાલુકો વેરાવળ એ ધાર્મિક પર્યટન માટે યાત્રિકોની પેહલી પસંદ છે. પ્રભાસ તીર્થમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર, શ્રીકૃષ્ણની અંતિમલીલા સ્થળ ભાલકા તીર્થ, શ્રીકૃષ્ણ નિજધામ ગમન ભૂમિ ગૌલોક ધામ, શ્રાદ્ધ કર્મ માટે પ્રસિદ્ધ ત્રિવેણી સંગમ જેવા ધાર્મિક સ્થળો વેરાવળને ધાર્મિક નગર બનાવે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ગીરની કેસર કેરીનો ગઢ…

જિલ્લાનો તાલાલા તાલુકો આંતરરાષ્ટ્રીય સ્તરે કેરીના ઉત્પાદનમાં સર્વોચ્ચ ખ્યાતિ ધરાવે છે. સુત્રાપાડા તાલુકો પિતૃતર્પણની ભૂમી એવા પ્રાચી તીર્થ માટે વિશેષ રૂપે જાણીતો છે. સાથે જ સરસ્વતી નદીના કિનારે આવેલા માધવરાય ભગવાનના દર્શન કરવા શ્રદ્ધાળુઓ આ તાલુકાની મુલાકાત લે છે. ભરપૂર વરસાદ અને કુશળ ખેડૂતોને કારણે શેરડીના પાકની ઉત્તમ ખેતી માટે કોડીનાર તાલુકો પ્રખ્યાત છે. ઉપરાંત સમુદ્રકિનારે આવેલા અને ખનિજયુક્ત જમીન ધરાવતો કોડીનાર તાલુકો ઉદ્યોગો સ્થપાવાને કારણે રોજગારીનું કેન્દ્ર બન્યો છે. તુલસી શ્યામ તીર્થમાં રહેલ શ્રીકૃષ્ણની મૂર્તિ ૩૦૦૦ વર્ષ જૂની હોવાની માન્યતા છે. આમ, ગીર-સોમનાથ જિલ્લાની ભૌગોલિક અને પ્રાકૃતિક સંરચના જિલ્લાની સમૃદ્ધિ માટે કારણભૂત રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!