જૂનાગઢ સહિત દેશભરમાં આજે ર૬મી જાન્યુઆરી ૭૩માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ જીલ્લા કક્ષાનાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ગુજરાત રાજયનાં વાહનવ્યવહાર નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગનાં રાજયક્ષાનાં મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. ત્યારબાદ રાષ્ટ્રધ્વજને સલામી અને રાષ્ટ્રગાન યોજાયું હતું. આ તકે મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ પ્રજાસત્તાક પર્વની હાદિર્ક શુભકામના પાઠવી હતી અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી સાથે પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતું. આજે યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન સ્વાતંત્ય સેનાનીઓનું સન્માન થયું હતું તેમજ કરૂણા અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર વ્યકિતઓ અને સંસ્થાઓનાં પ્રતિનિધિઓનું મંત્રીશ્રીનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કોરોના વોરીયર્સને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. વધુમાં મંત્રશ્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ ઉપરાંત રાજયકક્ષાનાં મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ રૂા.રપ લાખનો ચેક પણ જૂનાગઢ જીલ્લા કલેકટર રચિત રાજને અર્પણ કર્યો હતો. આજે યોજાયેલા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજકીય પક્ષોનાં આગેવાનો, મનપાનાં પદાધિકારીઓ તેમજ જીલ્લા વહીવટી તંત્રનાં અધિકારી તેમજ જીલ્લા પોલીસ તંત્રનાં વરીષ્ઠ અધિકારી તેમજ શાળા -કોલેજનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews