માણાવદર નજીક વિદેશી દારૂની ૩૪ર૦ બોટલ સહીત કુલ રૂા. ર૩.૯૩ લાખનાં મુદામાલ સાથે ત્રણ ઝડપાયા

0

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એલસીબીનાં પીઆઈ એચ.આઈ. ભાટી તથા પીએસઆઈ એ.ડી. વાળા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમીનાં આધારે ગોંડલ જેતપુર રોડ રાજનગરમાં રહેતા શ્યામ ઘુસા ઉર્ફે ઘનશ્યામ આહિર તથા માણાવદરમાં રઘુવીરપરામાં રહેતા અકરમ અલ્લારખા પલેજાએ પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે ભાગીદારીમાં લોકડાઉનમાં આર્થિક નફો મેળવવા સારૂ બહારનાં રાજયમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કોઈપણ વાહન મારફતે મંગાવેલ છે. અને તેનાં મળતીયા મકસુદ મુસા ગામેતી તથા બ્રિજેશ ઉર્ફે બાદલ ભરતભાઈ પટેલ રહે. માણાવાદરવાળાઓ દ્વારા મંગાવેલ દારૂનાં જથ્થાનું કટીંગ કરી કરાવી હાલ દારૂનો જથ્થો માણાવદરથી ખખાવી ગામ તરફ જતા રસ્તે આવેલ નેહલગીરી આશ્રમની પાછળના ભાગે ખુલ્લી પડતર જગ્યામાં આ દારૂનાં જથ્થાનું હાલ કટીંગ કરે છે અને સગેવગે કરવાની પેરવીમાં છે તેવી માહિતી મળતાં રેડ પાડતાં વ્હીસ્કીની પપર બોટલ, મેકડોવોલ્સની ૪૮ બોટલ, ડીએસપીની ૯૬૦ બોટલ, મોબાઈલ ફોન-ર, રોકડા રૂા. પ૦૦૦, અશોક લેલન ટ્રક મળી કુલ રૂા. ર૩,૯૩,૦૦૦નાં મુદામાલ સાથે એઝાઝ મહમદ હિંગોરા (અગતરાય), પરવીન સત્યવીર સંગવાન (હરીયાણા) અને રવિન્દ્રકુમાર કૃષ્ણલાલ રોહીલા (હરીયાણા)ને પકડી પાડી તમામ મુદામાલ કબ્જે કરી માણાવદર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે. આ કામગીરીમાં ક્રાઈબ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, એ.ડી.વાળા, બી.એન. બડવા, વાય.એસ. જાડેજા, વી.કે. ચાવડા, નિકુલ પટેલ, જીતેષ મારૂ, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા, દેવશીભાઈ નંદાણીયા, ભરતભાઈ સોનારા, મયુરભાઈ કોડીયાતર, જગદીશભાઈ ભાટુ, બાબુભાઈ કોડીયાતર વિગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!