મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા ભુપેન્દ્રભાઈ પટેલ

0

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગીર-સોમનાથ જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવને પૂજા અભિષેક કરી  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને ગુજરાતના લોકોની આરોગ્ય-સુખાકારી સમૃદ્ધિ અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવની સાંધ્ય આરતીનો લાભ લઇ ભગવાન ગણેશજીના પણ દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવની શાસ્ત્રોકત પૂજા પણ કરી હતી. મુખ્યમંત્રીએ વીર શહીદ હમીરસિંહ ગોહિલના સ્મારક ખાતે પણ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. દર્શન વેળાએ મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ પંકજકુમાર, રાજયના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાઝા, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જાેટવા, જે.ડી. સોલંકી, નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, યશોધર ભટ્ટ, સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવો જાેડાયા હતા. આ પૂર્વે મુખ્યમંત્રીનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!