પ્રિકોશન ડોઝ આપવામાં ગીર-સોમનાથ જિલ્લો અગ્રેસર : ૧૭,૭૬૭ ડોઝ અપાયા

0

કેન્દ્ર-રાજ્ય સરકારની જન જન સુધી વેક્સિન પહોંચાડવાની નેમ ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સક્રિય પ્રયાસોથી સાકાર થઈ રહી છે. જેના પરિણામે  જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૯,૨૪,૯૪૯ કોરોના પ્રતિરોધી વેક્સિનના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.  ગીર-સોમનાથ જિલ્લાના ૬ તાલુકાઓમાં શહેર અને ગ્રામ્ય બંને કક્ષાએ સેંકડો વેક્સિનેશન બુધ સક્રિય કરીને આરોગ્યતંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી વેક્સિનેશન અભિયાન હેઠળ જિલ્લામાં ૯,૯૭,૨૩૯ નાગરિકોને વેકસીનનો પ્રથમ ડોઝ અને ૯,૦૯,૯૪૩ નાગરિકોને વેકસીનનો બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લામાં ૧૭,૭૬૭ ફ્રન્ટ લાઇન વર્કરો, હેલ્થકેર વર્કરો અને ૬૦ વર્ષથી વધુના નાગરિકોને કોરોનાની આગવી તકેદારીના ભાગરૂપે પ્રિકોશન ડોઝ(ત્રીજાે ડોઝ) આપવામાં આવ્યો છે. ત્યારે હજુ પણ આરોગ્ય તંત્ર વેક્સિનેશન અભિયાન સક્રિય રીતે ચલાવી રહ્યું છે અને બાકી રહેલા તમામ લોકોને વેકિસન પહોંચાડવા કાર્યરત છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!