જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર વધારો, આજે નવા ૮૪ કેસ નોંધાયા

0

કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે થોડા દિવસોથી જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો હતો. આ દરમ્યાન આજે જિલ્લામાં ફરી નવા કોરોના કેસોમાં ગઈકાલ કરતા ડબલ થયા છે. આજે જૂનાગઢ જિલ્લામાં ૮૪ કેસ નોંધાયા છે. કેસો વધવાની સ્થિતિ વચ્ચે જૂનાગઢ જિલ્લામાં સારવાર લઈ રહેલા ૧૧૦ જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ જતા પરત ઘરે ફર્યા છે. આજે નોંધાયેલા નવા કેસોમાં જૂનાગઢ શહેરમાં ૩૬, જૂનાગઢ ગ્રામ્યમાં ૬, કેશોદમાં ૧૩, માળીયામાં ૨, માણાવદરમાં ૨, માંગરોળમાં ૩, વંથલીમાં ૨, વિસાવદરમાં ૨૦ કેસ નોંધાયા છે. કોરોના મહામારી સામે રામબાણ ઇલાજ સમાન વેક્સિન આપવાની કામગીરી પણ જિલ્લામાં પુરજાેશમાં થઇ રહી છે.  જેમાં વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં ૧૨૨૯૯ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જયારે જિલ્લામાં કન્ટેટમેન્ટ ઝોનમાં ૧૦૬૫ ઘરોમાં ૫૩૨૩ લોકો છે. જિલ્લામાં ધનવંતરી રથોમાં તૈનાત ૪૭ મેડીકલ ટીમોએ ૪૫૭૫ લોકોને ઓપીડી મુજબ તપાસ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!