જૂનાગઢ મહાનગરપાલિકાનાં વર્તમાન મેયર ધીરૂભાઈ ગોહેલની મેયર તરીકેની ટર્મ ૩૧ જાન્યુ.નાં રોજ પુરી થઈ રહી છે. અઢી વર્ષનાં શાસનકાળ દરમ્યાન વિકાસની પ્રક્રિયાને વધુ ગતિશીલ બનાવવામાં સફળ રહયા હતાં. ધીરૂભાઈ ગોહેલ એટલે સાવ નિખાલસ અને તટસ્થ વ્યકિત. ખુબ જ નાના માણસમાંથી સખ્ત પરીશ્રમ અને દ્રઢ મનોબળથી મેયર પદે પહોંચી અને સમાજમાં આદરભર્યુ સ્થાન પણ પ્રાપ્ત કરેલ છે. ૩૧ જાન્યુ.એ તેઓની મુદત પૂર્ણ થઈ રહી છે અને નવા પદાધિકારીઓની નિમણુંક થવાની છે ત્યારે મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું કે મેયર તરીકેનાં શાસનકાળનાં અઢી વર્ષનાં સમયગાળા દરમ્યાન શાસક પક્ષની ટીમ એટલે કે મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે. મેયર હિમાંશુભાઈ પંડયા, સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, શાસક પક્ષનાં દંડક ધરમણભાઈ ડાંગર તેમજ સ્ટેન્ડીંગ કમીટીનાં તમામ સભ્યો, તેમજ શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્મા અને તેમની ટીમ તેમજ ભાજપનાં અમારા કોર્પોરેટરો અને સાથી મિત્રો, મનપાનાં કમિશ્નર રાજેશ તન્ના તેમજ વિરોધ પક્ષનાં પદાધિકારીઓ, કોર્પોરેટરો તેમજ મનપાનાં અધિકારી, કર્મચારી અને પદાધિકારીઓ વગેરેનાં સાથ સહકાર અને પ્રજાકીય પ્રશ્ને જાગૃતિ તેમજ વિકાસની પ્રક્રિયામાં સહયોગ આપવાનાં ભાગરૂપે આ અઢી વર્ષનાં શાસનકાળ દરમ્યાન અમે અને અમારી ટીમ દ્વારા અંદાજીત રૂા. ૭૦૦ કરોડનાં વિકાસનાં કામો હાથ ઉપર લીધા છે. અને આ કામો વહેલી તકે પૂર્ણ થવાનાં છે. અને ભ્રષ્ટાચારનાં કયારેય પણ આક્ષેપ પણ થયા નથી અને પારદર્શક વહીવટ જૂનાગઢ શહેરની જનતાને આપી અને અત્યાર સુધીમાં કયારેય પણ ન થઈ શકયા હોય તેવા વિકાસનાં કામોને અમે હાથ ધરી શકયા છીએ. ત્યારે અમોને સહકાર આપનારા સૌ કોઈનો આ તકે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આજરોજ સાંજનાં ૭ કલાકે બેલેવ્યુ સરોવર પોર્ટીકો હોટલ ખાતે શાસનનાં અઢી વર્ષ પૂર્ણ થતાં હોય પદાધિકારીઓ, અધિકારીઓ, શાખા અધિકારીઓ અને પત્રકાર મિત્રો સાથે એક સંધ્યા મિલન સમાંરભનું આયોજન પણ કરવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું. સાવ નાના પાયેથી કારકિર્દીની શરૂઆત કરી અને મેયર તરીકેનું પદ શોભાયમાન કરનાર ધીરૂભાઈ ગોહેલની અત્યાર સુધીની જીવનયાત્રાની સફળતાનાં અંશો અત્રે પ્રસ્તૃત કરવામાં આવેલ છે.
પ્રતિકુળ સંજાેગો સામે ઝૂકી પડવાને બદલે તેની સામે બાંય ભીડો :
ધીરજ અને ખંત પૂર્વક ધ્યેય હાંસલ કરવા કોઈ માનવી ધીરજપૂર્વક મંડયો રહે તો શું ન કરી શકે ? માત્ર પૈસા કમાવાને બદલે સમાજે જે આપ્યું હોય એ સમાજને પાછું આપવું, પોતે વેઠેલી મુશ્કેલીઓ બીજાને ન પડે તેવા સંજાેગોનું સર્જન કરવું, આ બધાનો સરવાળો એટલે જ ધીરૂભાઈ નારણભાઈ ગોહેલ. ધીરૂભાઈએ માત્ર પૈસા જ નથી કમાઈ જાણ્યા. પરંતુ ખર્ચી પણ જાણ્યા છે. તેઓ પોતાનાં જીવનનાં સંસ્મરણો વાગોળતા હોય, આર્થિક અછતની સ્થિતિને વેઠવી એટલે શું ? એ સાંભળનારનાં રૂંવાડાં ખડાં થઈ જાય. અને આજે તેઓ જે સ્થાને છે ત્યાં પહોંચવાનો સંઘર્ષ વર્ણવીએ તો એક પુસ્તક પણ ઓછું પડે. હા, પોતે જે નકકી કર્યુ હોય એ હાંસલ કરવા માટે પાછી પાની નહી કરવાની. તેમણે સંજાેગોનો શિકાર બનવાને બદલે સંજાેગોનું ‘સર્જન’ કેવી રીતે થઈ શકે ? એ વાતને સાબિત કરી દેખાડી છે. બીજા શબ્દોમાં કહીએ તો ‘પથ્થરમાં પાટું’ મારતાં તેઓ શીખ્યા છે. આ માટે ન તો તેમણે કોઈ ટ્રેનીંગ લેવી પડી છે, ન તો કોઈનો સહારો. ખંત, પ્રમાણિકતા અને ધ્યેય પ્રત્યેની નિષ્ઠા જ માણસને ‘મોટો’ બનાવી શકે એ વાતની તેમને મળીને પ્રતિતિ થયા વિના ન રહે. આજનાં કોર્પોરેટ જગતમાં ‘કમિટમેન્ટ ફોર ટાસ્ક’ની મહત્તા બહુ છે. એ માટે કંપનીઓ વિવિધ તાલીમ વર્ગો યોજે છે. પરંતુ ધીરૂભાઈ ગોહેલને જાેઈને તમને ‘કમિન્ટમેન્ટ ઓફ ટાસ્ક’ની અમલવારી કેવી રીતે થાય એ પ્રત્યક્ષ રીતે જાેવા મળે.
કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ ?
અભ્યાસ થઈ શકયો નહી, ત્યારે સંકલ્પ કર્યો કે બાળકોને ઉત્તમ અભ્યાસ અને સંસ્કાર આપીશું, અને આપ્યા. વેપારીઓનાં એકાઉન્ટ લખતા. સહકારી મંડળીઓમાં પણ કલાર્ક અને મંત્રી તરીકે રહયા. દરમ્યાન મોહનભાઈ પટેલ (મો.લા.) એક મીટીંગમાં વિસાવદર આવ્યા. એ મીટીંગમાં હું હિસાબો વાંચતો હતો. અને મોહનભાઈનું ધ્યાન પડયું. જૂનાગઢ આવી તેમણે દોલતપરાનાં સરપંચ આલાબાપાને વાત કરી કે વિસાવદરમાં એક દીકરો છે. જેના અક્ષર સારા છે અને હોંશિયાર છે. તેથી તેમને જૂનાગઢ તેડી લાવ્યા અને જૂનાગઢ આવ્યા.
કારકિર્દીનો મહત્વનો વળાંક કયો અને કયારે ?
૩૦ વર્ષ પહેલાં સહકારી ઓડીટર દિલસુખ ભારતી બાપુએ સહકાર આપ્યો અને તેમની પોતાની જમીનમાં ટીપટોપ ફર્નીચરવાળા નંદલાલભાઈ ગોધવાણીનાં સહકાર સાથે બાંધકામનાં વ્યવસાયમાં ઝુકાવ્યું. ત્યારે મોહનભાઈ પટેલ સાથે જાેડાયેલો જ હતો. ત્યારબાદ મોહનભાઈની સાથે અનેક પ્રોજેકટો મુકયા.
ઉપલબ્ધી અને હજુ શું મળવાનું બાકી ?
સમાજ, જ્ઞાતિ અને સેવાકીય સંસ્થાઓમાં સેવા કરવાનો મોકો મળ્યો એ ઉપલબ્ધીઓ. હજુ જ્ઞાતિને બક્ષીપંચનાં લાભો આપવાની મહેચ્છા હતી, જે પૂર્ણ થઈ છે. અને જે ગામમાં જ્ઞાતિનાં પ૦ પરીવારો વસતા હોય, એ ગામમાં સમાજની વાડી બનાવવાની મહેચ્છા હતી. એ અભિયાન પૂર્ણતાનાં આરે છે. તમામ બાળકોનો સંતોષ છે. કુદરતે ઘણું આપી દીધું છે. મુંબઈ સુધી સમાજની વાડીઓ બનાવવા લોકો છુટા હાથે દાન આપે. કોણ માંગે છે તે જાેઈને લોકો દાન કરે છે.
જીવનનાં સિધ્ધાંત
ખોટું નહીં કરવાનું, ખોટું બોલવાનું નહીં. શિક્ષાપત્રીના નિયમો મુજબ ચાલવું, લોકોને મદદ કરી શકીએ તેવા કાર્યોને પ્રાધાન્ય આપવું.
આદર્શ કોણ ? તેમાંથી શું શીખ્યા ?
મોહનભાઈ લા. પટેલ, જી.ડી. ભટ્ટ અને પિતા-દાદા, સ્વામીનારાયણ સંપ્રદાયનાં વિદ્વાન સંતો, તેઓમાંથી સમાજ ભાવના, પ્રમાણિકતા, નિષ્ઠા, પરિશ્રમ અને ધાર્મિક વૃત્તિ શીખવા મળી. જે આજે પણ કાયમ જ છે. શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી મારા ગુરૂ છે.
વ્યકિતત્વનું જમા પાસું કયું ?
આત્મવિશ્વાસ, સતત મહેનતુ સ્વભાવ, લોકોની લાગણીઓને સૌથી વધુ મહત્વ આપવું.
શીખ અને રસનાં વિષયો
સામાજીક સેવા પ્રવૃત્તિ, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓની પ્રવૃત્તિ, જ્ઞાતિ અને સમાજનો વિકાસ થાય એવાં કાર્યો કરવા.
મનપસંદ સ્થળ
જૂનાગઢ : અહીં ભગવાન સ્વામીનારાયણે સ્વહસ્તે મંદિર બનાવી રાધા રમણદેવ, સિધ્ધેશ્વર મહાદેવ, આદિ દેવોને પધરાવ્યા છે. ભગવાન રામ, શ્યામ અને ઘનશ્યામ અને વામનજીના પાવન પગલાં થયેલા છે. ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ અહીં છે. આ ધરતીમાં વાઈબ્રેશન છે.
જીવનની યાદગાર પળ
દિકરો તુષાર ડોકટર બન્યો, અમેરીકામાં ઉત્તમ સેવા આપે છે. અને બીજાે પુત્ર આર્કીટેકટ. એ પણ સંસ્કારો સાથે બધા પોતાની મહેનતથી આગળ આવ્યા. દિકરીઓનાં લગ્ન થયા. ઉપરાંત જયારે એચ.એસ.સી.નું રીઝલ્ટ સારૂં આવ્યું. સારા ટકા આવ્યા. બીજાે નંબર હતો. પિતા કામ કરતા હતા, ત્યાં જઈને કહયું કે મારૂં પરીણામ સારૂં આવ્યું છે. હવે ડોકટર બનવું છે. તો તેમણે કહયું કે આપણે રપ૦ રૂપિયા ઘટે છે કઈ રીતે કરશું. આ ઘટના અને દિવસ કયારેય ભુલાયો નથી.
બાળપણનાં સંભારણાં
બાળપણમાં આર્થિક સ્થિતી નબળી હોવાના કારણે ખુબ જ મહેનત કરી. અને એ તમામ બાબતો આજે પણ યાદ છે. અથાગ પરીશ્રમનો કોઈ વિકલ્પ નથી.
કોઈ એવોર્ડ કે સન્માન મળ્યાં હોય તો તેની વિગત
જ્ઞાતિ લેવલે : ૬૦થી વધુ એવોર્ડ અનેક વખત સન્માન.
લાયન્સ કલબ : લાયન્સ કલબનાં ચેરમેન અને ડીસ્ટ્રીકટ પ્રમુખ વખતે અનેક એવોર્ડ મળ્યા. ગુરૂકુળ-મંદિરોની સેવા પ્રવૃત્તિમાં સન્માન થયાં.
ભવિષ્યની યોજના, વ્યકિતગત અને કંપની માટે
જૂનાગઢનાં લોકો અતિ આધુનિક જીવનશૈલીમાં જીવી શકે એવા બાંધકામ પ્રોજેકટોનું આયોજન કરવું. લોકોએ અમારી કંપની ઉપર મુકેલો વિશ્વાસ કાયમ રહે તેવા પ્રયત્નો. સામાજીક ક્ષેત્રે મેળવેલું સ્થાન હંમેશા રહે તે જાેવું.
કંપનીની પ્રોફાઈલ
ગ્રીન સીટી ગૃપ
લક્ષ્મીનારાયણ એગ્રો કોલ્ડ સ્ટોરેજ
ડોલ્ફીન ઈન્ડીયા કોમર્શીયલ ગૃપ, બરોડા
લક્ષ્મીનારાયણ ઈન્ફ્રાકોન
જૂનાગઢ, રાજકોટ, બરોડા, સહીતનાં મહાનગરોમાં કાર્યરત.
વ્યકિતગત, ફેમિલી, કંપની સન્માન
પરીવારનાં જ્ઞાતિ લેવલે અને સામાજીક સંસ્થાઓ દ્વારા અનેક વખત સન્માન થયા છે. સંજાેગો સામે લડી અનૂકુળ સ્થિતિ સર્જી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews