જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, ડે. મેયર હિમાંશુભાઈ પંડયા, શાસક પક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર સહિતનાં પદાધિકારીઓની ૩૧ જાન્યુઆરીનાં રોજ મુદત પુર્ણ થઈ રહી છે ત્યારે શાસક પક્ષની નવી ટીમનાં પદાધિકારીઓની પસંદગી માટેની ગતિવિધિ તેજ બની છે. આ દરમ્યાન મનપાનાં નવા મેયર કોણ બનશે ? તે બાબત પણ ચર્ચાનો વિષય બન્યો છે. દરમ્યાન આ વખતની ટર્મમાં જૂનાગઢનાં મેયરની બેઠક અનુસુચિત જાતિ અનામત છે અને મનપાનાં તમામ અનુસુચિત જાતિનાં કોર્પોરેટરો ભાજપનાં જ છે તેમાં વોર્ડ નં.૧ અશોકભાઈ ચાવડા, વોર્ડ નં.૯ ગીતાબેન મોહનભાઈ પરમાર, વોર્ડ નં.૧૦ દિવાળીબેન પરમાર, વોર્ડ નં.૧૩ વાલભાઈ આમછેડા, વોર્ડ નં.૧પ જીવાભાઈ સોલંકી અને વોર્ડ નં.૧પ બ્રિજેશાબેન ઘુઘલ સહિતનાં કોર્પોરેટરો રહેલા છે ત્યારે આ ૬ કોર્પોરેટરોમાંથી પસંદગીનો કળશ કોના ઉપર ઢોળાશે તે અંગે વિચારણા ચાલી રહી છે. જાે કે, રપ જાન્યુઆરીનાં રોજ જૂનાગઢનાં સર્કીટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં નિરિક્ષકોએ સેન્સની કાર્યવાહી પણ કરી હતી. દરમ્યાન આવતીકાલે ગાંધીનગર ખાતે ભાજપનાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે અને આ બેઠકમાં જૂનાગઢનાં નવા મેયર કોણ બનશે તે નકકી થવાનું છે ત્યારે સંબંધિતોની મીટ મંડાયેલી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews