અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડતી વંથલી પોલીસ

0

વંથલી પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીએસઆઈ ડી.જી. બડવા, પ્રતિકભાઈ ઠાકર, અરૂણભાઈ મહેતાએ બાતમીનાં આધારે વંથલી વાલીઝાપા વિસ્તારમાં હાજર નહી મળી આવેલ સમીર હાસમ સોઢાનાં મકાનની બાજુમાં આવેલ મકાનના રવેશમાંથી આરોપી બાબર ઉર્ફે સલીમ હાજીઈસ્માઈલ ખુરેશીનાં ભોગવટાની હોન્ડા સીવીલ સીલ્વર કલરની ગાડી નં. એચઆર-ર૯-એસ ૪૭ર૧માં ભારતીય બનાવટની બોટલ નંગ ૭ર, પ્લાસ્ટીકનાં ચપટા નંગ ૪૩ર તથા કાર મળી કુલ રૂા. ર,ર૯,ર૦૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં વંથલીનાં ઈન્ચાર્જ પીએસઆઈ ડી.જી. બડવા, બી.એન. પરમાર, પી.એસ. ઠાકર, એસ.ડી. સોંદરવા, અરૂણભાઈ મહેતા, સુમીતભાઈ રાઠોડ, કરણસિંહ ભલગરીયા, અતુલભાઈ દયાતાર વગેરે રોકાયેલ હતાં.

 

error: Content is protected !!