જૂનાગઢમાં ગાંધી નિર્વાણ દિવસે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવતર કાર્યક્રમ યોજાયો

0

ગાંધી નિર્વાણ દિને જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પવાની સાથે શહેરમાં શાસક પક્ષ દ્વારા ૮૭૭ કરોડ રૂપિયાના વિકાસ કર્યો કર્યા હોવાના દાવાને પડકારવા વિકાસ શોધો નામનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય ભીખાભાઇ જાેશીની આગેવાની હેઠળ પૂજ્ય બાપુને પુણ્યતિથિએ શ્રધ્ધાસુમન અર્પણ કરવાની સાથે વિકાસ શોધો નામનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપી શહેરના ભાજપના શાસકો દ્વારા રૂપિયા ૮૭૭ કરોડના વિકાસ કામોના દાવાને ખોખલો સાબિત કરવા વિકાસ શોધો નામનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. આ તકે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે કેન્દ્ર રાજ્ય સરકારને આડેહાથ લઈ વર્તમાન સ્થિતિમાં દેશ આઝાદીમાંથી ગુલામી તરફ જઈ રહ્યો હોવાનું ઉમેરતા જણાવ્યું હતું કે, ખોબા જેવડા જૂનાગઢ શહેરમાં મહાપાલિકાના શાસકો રૂપિયા ૮૭૭ કરોડના વિકાસની વાતો કરે છે ત્યારે આ વિકાસ ક્યાંક ખાડામાં તો નથી ખોવાઈ ગયો તે શોધવા આ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

 

error: Content is protected !!