ભવનાથમાંથી ચોરાઉ મોટર સાયકલ સાથે એક શખ્સને ઝડપી લેવાયો

0

ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એમ.સી. ચુડાસમા તથા સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાલોટ ગામનાં શામજીભાઈ મુછડીયાનું મોટર સાયકલ નં. જીજે-૧૧-એચએચ ૭પ૦૯ની ચોરી થયાની ફરીયાદ નોંધવેલ હતી. જે સીસી ટીવી કેમેરાની મદદથી આરોપી મનીષ રાઘવજી ઘેલાણી રહે. રાજગઢ, તા. કોટડા સાંગાણીવાળાને ગઈકાલે ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં પીએસઆઈ એમ.સી. ચુડાસમા, પીએસઆઈ પ્રતિક મશરૂ, આર.આર. બામરોટીયા, બી.પી. ડાંગર, રાજુભાઈ ઉપાધ્યાય, કરશનભાઈ મોઢા, યુસુફભાઈ, સંદીપભાઈ વાઢીયા, અશ્વીનભાઈ મકડીયા, રાજુભાઈ ગરચર, હાર્દિકભાઈ વાઢેર, પાલાભાઈ ભીખાભાઈ, દિપકભાઈ ભીમાભાઈ, ચેતનભાઈ સોલંકી, તુષારભાઈ ટાટમીયા વગેરે જાેડાયેલ હતાં.

error: Content is protected !!