ઉપલા દાતાર બાપુની જગ્યાની સેવાકીય પ્રવૃતિથી સંતો પ્રભાવિત

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ભારતી આશ્રમનાં મહંત પૂ.પાદ હરીનારાયણ મહારાજ તેમજ મહાદેવ બાપુએ ઉપલા દાતાર બાપુની જગ્યાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અહીં બિરાજતા પૂ. દાતારબાપુનાં સાનિધ્યમાં સેવાકીય પ્રવૃતિ, ગૌશાળાની પ્રવૃતિ તેમજ ભાવિકો માટેની અન્નક્ષેત્રની પ્રવૃતિ અંગે માહિતગાર થયા હતા અને કોમી એકતાનાં પ્રતિક સમી આ જગ્યાની ધામિર્ક સેવાકીય અને સામાજીક પ્રવૃતિથી પ્રભાવિત થયા હતા. જગ્યાનાં મહંત પૂ.ભીમબાપુએ સંતોનું યથોચિત સન્માન કર્યુ હતું અને તેમની સાથે માહિતીની આપ-લે કરી હતી.

error: Content is protected !!