રાજ્યમાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનાવાશે દ્વારકામાં આવેલા કોંગી નેતાઓ દ્વારા રણટંકાર

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ગઈકાલે મંગળવારે કોંગ્રેસની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશ ઠાકોર સહ ઇન્ચાર્જ જીતેન્દ્ર બઘેલ દ્વારકાની મુલાકાતે આવ્યા હતા. આ આગેવાનોએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ પક્ષના સંગઠનને મજબુત બનાવવા અને આગામી ચૂંટણી અંગે માર્ગદર્શન આપવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો સાથે આહીર સમાજ વાડી ખાતે જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજવામાં આવી હતી. આવતા દિવસોમાં રાજ્યકક્ષાનુ ચિંતન શિબિર દ્વારકામાં યોજવા અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજ્જન, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, મુળુભાઈ કડોરીયા, ભીખુભાઈ વારોતરીયા, લખુભાઈ નકુમ, પાલભાઈ આંબલીયા, લક્ષ્મણભાઈ આંબલીયા, હેમંતસિંહ માણેક, એભાભાઈ કરમુર, પરબતભાઈ લગારીયા, ગિરધરભાઈ વાઘેલા, ધરણાંતભાઈ આંબલીયા, ભીખાભા સુમણીયા, છાયાબેન કુવા, પ્રકાશભાઈ સામાણી, કાંતિભાઈ નકુમ તેમજ પક્ષના મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો જાેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!