યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરમાં વસંતપંચમી મહોત્સવની ભવ્ય ઉજવણી થશે

0

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી શનિવાર તા.૫-૨-૨૦૨૨ મહાસુદ પાંચમના રોજ વસંતપંચમી મહોત્સવની કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. દ્વારકાધીશ મંદિર વહીવટદારની યાદીમાં જણાવ્યાનુસાર ઠાકોરજીના દર્શનના સમયમાં ઉત્સવ અનુરૂપ જરૂરી ફેરફાર નોંધાયો છે. તા.૫ ફેબ્રુઆરે શ્રીજીનો સવારનો ક્રમ નિત્યક્રમ અનુસાર રહેશે. બપોરે ૧ઃ૩૦ કલાકે વસંતપંચમી નિમિત્તે ઉત્સવ આરતી થશે ત્યારબાદ બપોરે ૨ઃ૩૦ વાગ્યા સુધી ઉત્સવ દર્શન ભાવિકો માટે ખુલ્લા રહેશે અને બપોરે ૨ઃ૩૦ થી ૫ સુધી અનોસર મંદિર બંધ રહેશે તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!