દ્વારકાના રૂપેણ બંદર પાસે  ટ્રક-બાઈક વચ્ચે અકસ્માત બાઈક ચાલકનું મૃત્યું

0

દ્વારકાના રૂપેણ બંદર હાઈ-વે ઉપર એક ટ્રક તથા બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મૃત્યું નિપજયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના રૂપેણ બંદર હાઈ-વે પાસે ગઈકાલે બપોરે આલીભાઈ ઉમરભાઈ ભેસલિયા (ઉ.વ.૫૫) વર્ષના પોતાનું બાઈક લઈ રૂપેણ બંદર તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન રૂપેન બંદરની ગોલાઈ પાસે સામેથી પૂરપાટ આવેલા ટ્રેકે અકસ્માત સર્જાતા ઘટના સ્થળ ઉપર જ બાઈક ચાલકનું મૃત્યું નીપજયું હતું. આ બનાવની પોલીસને જાણ થતા દ્વારકા પોલીસ દોડી ગઇ હતી અને વિધિવત ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!