ખંભાળિયામાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો

0

ખંભાળિયા નજીક આવેલી બોમ્બે મિનરલ્સ કંપની દ્વારા તાજેતરમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં અધિકારીઓ દ્વારા ૪૦ જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. બોમ્બે મિનરલ્સ ગ્રૂપની કંપની આશાપુરા ગ્રુપના ચેરમેન ચેતનભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલું  બ્લડ બેંકને થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સેવા માટે અર્પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બોમ્બે મિનરલ્સ કંપનીના ચીફ ઓપરેશન અધિકારી મનુભાઈ રાઠોડ, ડી.જી.એમ. ચૌધરી, ઉપરાંત કંપનીના ડોક્ટર રીઝવાનાબેન મુન્દ્રા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!