ખંભાળિયામાં આખલા ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કરી, ઈજાગ્રસ્ત કરનારા પ્રૌઢની અટકાયત

0

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં એક હોટલ નજીક નંદી ઉપર કુહાડી વડે હુમલો કરી, આ અબોલ પશુને ઇજાગ્રસ્ત કરનારા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ખંભાળિયા શહેર નજીક આવેલા રામનગર વાડી વિસ્તારમાં ગઈકાલે મંગળવારે સવારે એક બળદ ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાથી આ અંગેની જાણ કરવામાં આવતા એનિમલ કેર ગ્રુપના સેવાભાવી કાર્યકરો આ સ્થળે દોડી ગયા હતા અને આ આખલાને અહીંની અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો જ્યાં તેમના બંને પગમાં ફ્રેક્ચર તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજા હોવાથી અહીં  તેની સારવાર કરવામાં આવી હતી. આ પ્રકરણ અંગે ગૌ સેવક રામદેભાઈ કરસનભાઈ સાખરાની ફરિયાદ ઉપરથી ખંભાળિયા પોલીસે આ જ વિસ્તારમાં રહેતા જેન્તીભાઈ વાલજીભાઈ પરમાર નામના શખ્સ સામે આઈ.પી.સી. કલમ ૪૨૮ મુજબ ગુનો નોંધી, તેની ધરપકડ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!