જૂનાગઢ મનપાનાં મેયર તરીકે ગીતાબેન પરમાર અને ડે. મેયર તરીકે ગિરીશભાઈ કોટેચાની વરણી

0

જૂનાગઢ મનપાનાં મેયર સહિતનાં પદાધિકારીઓની વરણી માટે આજે બપોરનાં ૧ર.૦૦ કલાકે જનરલ બોર્ડની એક બેઠક મળી હતી. જેમાં મેયર સહિતનાં હોદેદારોની ઘોષણા કરવામાં આવી હતી. જૂનાગઢ મનપાનાં મેયર તરીકે ગીતાબેન પરમાર, ડે. મેયર તરીકે ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરેમન તરીકે હરેશભાઈ પરસાણા, શાસક પક્ષનાં નેતા તરીકે કિરીટભાઈ ભીંભા અને શાસક પક્ષનાં દંડક તરીકે અરવિંદભાઈ ભલાણીની નિમણુંક કરવામાં આવી હતીે. આ નિમણુંકને ઉપસ્થિતિઓએ વધાવી લીધી હતી અને અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી.  જૂનાગઢ મનપાનાં વર્તમાન મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે. મેયર હિમાંશુ પંડયા, સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન રાકેશ ધુલેશીયા, શાસક પક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા અને શાસક પક્ષનાં દંડક ધરમણભાઈ ડાંગરની અઢી વર્ષની મુદતનો સમયકાળ આજરોજ પુર્ણ થયો છે અને મનપાનાં નવા પદાધિકારીઓની નિમણુંકનો તખ્તો ગોઠવાયો હતો. આજે બપોરે ૧ર.૦૦ કલાકે જનરલ બોર્ડ મળે તે પહેલા મનોરંજન સર્કીટ હાઉસ ખાતે એક મહત્વની બેઠક પણ મળી હતી અને મનપાનાં નવનિયુકત પદાધિકારીઓની વિધિવત ઘોષણાનો તખ્તો ગોઠવાયો હતો. આજે જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષનાં તમામ પદાધિકારીઓ, મનપાનાં કમિશ્નર રાજેશ તન્ના અને અધિકારી ગણ તેમજ વિરોધ પક્ષનાં પદાધિકારીઓ તેમજ શાસક પક્ષ અને વિરોધ પક્ષનાં કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!