કેન્દ્રીય બજેટ ખેડૂત-ગ્રામ્ય-યુવા મહિલાલક્ષી : રોજગારી વધારનારૂ : કોરોના કાળમાં રજુ થયેલ બજેટમાં કેન્દ્ર સરકારે ગરીબો માટે તિજાેરી ખોલી છે  બજેટને આવકારતા જૂનાગઢના શિક્ષણવિદ અને અર્થશાસ્ત્રી પ્રદીપભાઇ ખીમાણી

0

દેશની આઝાદી બાદ છઠ્ઠી વખત દેશના નાણામંત્રીએ ૧લી ફેબ્રુઆરીના રોજ દેશની સંસદમાં સવારે ૧૧ વાગ્યે બજેટ રજૂ કર્યુ છે. દેશના ઈતિહાસમા બીજી વખત પેપરલેસ બજેટ રજુ કરવામાં આવ્યું  છે. આ બજેટની મહત્વની બાબત એ છે કે, દેશના સામાન્ય બજેટમાં રેલ્વે બજેટનો પણ સમાવેશ થઈ ગયો છે. દેશના મહિલા નાણાંમંત્રીએ ચોથી વખત સંસદમાં બજેટ રજુ કર્યું છે. ગયા બે વર્ષ કોરોનાના કારણે ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. સમગ્ર વિશ્વના અર્થતંત્રને નકારાત્મક અસર થઈ હતી પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશીભર્યા ર્નિણયોના કારણે ભારતનું અર્થતત્ર વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતત્ર બની ગયું છે જે અભિનદનને પાત્ર છે. બજેટની હકારાત્મક જાેગવાઈઓને શેરબજાર પણ આવકારેલ છે તથા સેન્સેકસમાં પણ ખુબ જવધારો થયો છે. આ બજેટ આત્મનિભર ભારતનું બજેટ છે. આ બજેટ દેશમાં જીએસટી લાગું કર્યા પછીનું પાંચમું બજેટ છે. ભારતનું અર્થતંત્ર સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતત્રમાં સ્થાન પામ્યું છે. જીએસટી આવવાથી સરકારની આવક વધી છે.  બજેટમાં કેન્દ્ર સરકાર ગરીબો માટે તીજાેરી ખોલી નાખી છે. ૭૦૦૦થી વધુ જેટલા જન ઔષધી કેન્દ્ર ઉપર ૯૨૫થી વધુ દવા રાહત દરે આપવામાં આવી રહી છે. રોકડ વ્યવહારોનું પ્રમાણ ઘટયું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ક્રાંતિકારી ર્નિણયોને કારણે દેશની અર્થવ્યવસ્થામાં ખૂબ જ સુધારો થયો છે. સરકારની નીતિઓને કારણે કરવેરા ભરનારા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. ર૦૨૨-૨૦૨૩ના વર્ષ દરમ્યાન દેશમાં ઘણી મોટી નવી રેલ્વે લાઈનો નાખવા માટે જાેગવાઈ કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને વિકાસશીલ અને ખૂબ જ ઉચાઈ ઉપર લઈ જવા માંગે છે. તે બાબત આ બજેટ દ્વારા અભિવ્યકત થાય છે. તેને શિક્ષણવિદ, ભાજપ અગ્રણી અને સેન્ટ્રલ  બેંક ઓફ ઇન્ડીયાના નેશનલ ડાયરેકટર પ્રદિપભાઈ ખીમાણીએ આવકારેલ છે. આ બજેટ દેશના દરેક નાગરિક, ખેડૂત, યુવાન, મહિલા, પશુ પાલકો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ એમ સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને અને દરેકના હિત માટે બનાવેલ છે તેને પણ પ્રદિપભાઈ ખીમાણીએ આવકારેલ છે. ગુજરાત નગરપાલિકા સેલના પ્રદેશ કન્વીનર, શિક્ષણવીદ તથા અર્થશાસ્ત્રી  પ્રદિપભાઈ ખીમાણીએ દેશના સામાન્ય બજેટને આવકારી વિકાસશીલ બજેટને રજૂ કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા નાણાંમંત્રી ર્નિમલા સીતારામનને અભિનંદન પાઠવ્યા છે. પ્રદિપભાઈ ખીમાણીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, દેશની સંસદમાં રજૂ કરવામાં આવેલ બજેટ ખેડૂત લક્ષી, ગ્રામ્યલક્ષી, યુવા લક્ષી, મહિલા લક્ષી તથા રોજગારી વધારનારૂ બની રહેશે. નાણાંમંત્રી નર્મિલા સીતારામને રજૂ કરેલ દરખાસ્તોના કારણે દેશની નિકાસમાં વૃધ્ધિ થશે. બિનજરૂરી આયાત ઓછી થશે તેને કારણે ખાધમાં ઘટાડો થશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દેશના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓના બાંધકામમાં વધારો થશે. કારણ કે આ યોજનામાં આ વર્ષના બજેટમાં ખૂબ મોટી નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે. દેશના શહેરી વિસ્તારના વિકાસ માટે, મનરેગા માટે તથા સ્વાસ્થ્ય માટે પણ આ બજેટમાં વિશેષ જાેગવાઈ કરવામાં આવી છે જે આવકારને પાત્ર છે. દેશમાં રોકાણ વધે, રાજકોષીય ખાદ્ય ઘટે તે માટે કરવામાં આવેલી યોજનાઓને પણ  પ્રદિપભાઈ ખીમાણીએ આવકારી અને વિશ્વના લગભગ બધા જ દેશના અર્થતંત્રોમાં મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભારતના અર્થતંત્ર ઉપર મંદીની અસર ન થાય તેવા પગલાઓને પણ આવકારેલ છે. ઈન્ટરનેશનલ મોનીટરી ફંડના તારણ મુજબ ભારતના અર્થતંત્રમાં સુસ્તી છે પરંતુ મંદી નથી તે બાબત ખૂબ જ અગત્યની છે. દેશના પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે કરવામા આવેલી વિવિધ જાેગવાઈઓને કારણે દેશમા પ્રવાસન ઉદ્યોગ વિકાસ પામશે તથા તેને કારણે વિદેશી હૂડીયામણમાં વધારો થશે અને રોજગારી પણ વધશે તેમ જણાવી પ્રદિપભાઈ ખીમાણીએ બજેટને આવકારેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!