રાજયમાં જાન્યુઆરીનાં છેલ્લા પખવાડિયામાં જાેરદાર સામ્રાજય જામ્યા બાદ હવે ઠંડી ઓસરવા લાગી છે. જાેકે, મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે જાેકે, હાલ શીતલહેરની અસર પુરી થતા લઘુતમ તાપમાનમાં જાેરદાર વધારો નોંધાવ્યો છે જેને પગલે ઠંડીમાં ઘટાડો જાેવા મળ્યો છે. જાેકે, મંગળવારે વહેલી સવારે રાજયમાં ધુમ્મસનું સામ્રાજય જાેવા મળ્યું હતું. વીઝીબીલીટી ઘટતા ૧૦૦ મીટરથી વધુ આગળ જાેવું પણ મુશ્કેલ બન્યું હતું. જેને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જાેકે, હાલ રાજયમાં ઠંડીમાં રાહત મળી છે. જયારે જૂનાગઢ સહીત સોરઠમાં આજે સવારે આકાશમાં વાદળા છવાઈ જતાં ધુમ્મસ પણ છવાયું હતું સવારનાં ૬.૬ ડીગ્રી ઉપર ચડીને ૧૭ ડીગ્રીએ સ્થિર થતાં ગુલાબી ઠંડી ગાયબ થઈ હતી. ગિરનાર ખાતે પણ ઠંડી ઘટીને ૧ર ડીગ્રી થઈ હતી. સવારનાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા અને પવનની પ્રતિકલાકની ઝડપ ૪ કી.મી.ની રહી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews