ધંધુકાના યુવાનની હત્યાના વિરોધમાં કોડીનારે બંધ પાળ્યો

0

ધંધુકા ખાતે ભરવાડ યુવાન કિશન ભરવાડની ઘાતકી હત્યાના કોડીનાર ખાતે ઘેરા પડઘા પડયા છે. બે દિવસ પહેલા કોડીનાર મામલતદારને હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવી કિશન ભરવાડની હત્યા કરનાર અને તેમાં સંડોવાયેલા ઓને ઝડપી તેનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીને આરોપીઓને કડક ફાંસી ની સજાની માંગણી કરી હતી. ત્યારબાદ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મંગળવારે કોડીનાર બંધનું એલાન આપવામાં આવતા તે સંદર્ભે ગઈકાલે સાંજે કોડીનાર પોલીસ સ્ટેશનમાં યોજાયેલી શાંતિ સમિતિની મિટિંગમાં હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓએ પરિપકવતા દાખવી અરસ પરસ સહમતી થી બંધ નું એલાન પરત ખેંચાયા હોવાની જાહેરાત થયા બાદ ગઈકાલે મોડી રાત્રીના અહીંના સોમનાથ મંદિર ખાતે વિવિધ હિન્દુ સંગઠન દ્વારા એક બેઠકનું આયોજન કરી તા.૧લી ફેબ્રુઆરીના મંગળવારે  કોડીનારના તમામ વેપારી ભાઇઓ ને સ્વૈચ્છિક બંધ પાડવા અનુરોધ કરાતા  સર્વે વેપારીઓએ સમર્થન આપી  કોડીનારના તમામ વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખી કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપી હતી. કોડીનાર બંધ દરમ્યાન કોડીનારના પી.આઈ. એસ.એન. ચુડાસમા, પી.એસ.આઈ. ડાંગર, પી.એસ.આઈ. પરમાર સહિત પોલીસ સ્ટાફ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!