ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મિડિયા વિભાગ દ્વારા કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ

0

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મિડિયા વિભાગ દ્વારા તા. ૩૧/૦૧/૨૦૨૨ના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાતના તમામ જીલ્લા મહાનગરોના મિડિયા કન્વિનર સહકન્વિનરો તથા ગુજરાતના પ્રવક્તા સહપ્રવક્તાઓની એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ મિડિયા કન્વિનર  યજ્ઞેશભાઇ દવે દ્વારા આયોજીત આ મિટિંગમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ વર્ચ્યુલી જાેડાયા હતાં અને મિડિયા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર મિટિંગ દરમ્યાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, મંત્રી મહેશભાઈ કસવાલા, મિડિયા કન્વિનર યજ્ઞેશભાઇ દવે, મિડિયા પ્રવક્તા યમલભાઇ વ્યાસ, ભરતભાઈ ડાંગર, જ્યોતિબેન પંડ્યા તથા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માની સુચનાથી મહાનગર મિડીયા વિભાગના શુરેશભાઇ પાનસુરીયા, સંજયભાઈ પંડ્યા, જીતુભાઈ ઠકરાર ગાંધીનગર ખાતે યોજાયેલી આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!