જૂનાગઢ પોલીસની પ્રસંશનીય કામગીરી : હનીટ્રેપનાં આરોપીઓની ચુંગાલમાંથી ગણતરીનાં કલાકમાં જ ખેડૂત યુવાનને છોડાવ્યો

0

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધોળવા ગામ ખાતે રહેતા અને ખેતી કામ કરતા ભાવેશભાઈ રામજીભાઈ બોરડ જાતે પટેલ(ઉ.વ.૩૫) મેંદપરા ગામથી જૂનાગઢ તરફ પોતાના મોટર સાયકલ ઉપર આવતા હતા, દરમ્યાન બલિયાવડ ગામ થઈ આગળ ભેસાણ ચોકડી પાસે  તા.૧-૨-૨૦૨૨ના રોજ એક અજાણી મહિલાએ રોકી લિફ્ટ માંગતા, પોતાના મોટર સાયકલ ઉપર બેસાડી, થોડા આગળ જતા, બે મોટર સાયકલ સવારે પોતે એલસીબી પોલીસના માણસો હોવાની ઓળખ આપી, મહિલા કોણ છે, કેમ બીજાની બૈરીને લઈને ફરો છો ? તેવું જણાવી, મોટર સાયકલ ઉપર બેસાડી, અપહરણ કરી, જૂનાગઢ શહેરમાં લાવી, ગેરકાયદેસર અટકાયત કરી, મામલો પતાવવા પહેલા ત્રણ લાખની ખંડણી માંગી, રૂા.૧,૨૦,૦૦૦/- ખંડણી માંગી, ફરિયાદી ભાવેશ બોરડનો ભાઈ મુકેશભાઈ બોરડ સુરત ખાતે હોય, આંગડિયામા રૂપિયા મોકલવાનું કહેતા, ભેંસણના આગેવાનો નટુભાઈ પોકીયા, દ્વારા જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને આ બાબતની જાણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટી દ્વારા હની ટ્રેપના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ, યુવકનું અપહરણ થયેલ હોય, યુવકને હનીટ્રેપના આરોપીઓની ચુંગાલમાંથી છોડાવવાની પ્રાથમિકતા રાખી, ગુન્હાની ગંભીરતા પૂર્વક તપાસ કરી, ગુનાના મૂળ સુધી પહોંચી, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલ હતી. ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, જૂનાગઢ ડીવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઇ એ.ડી.વાળા, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એ.એમ.ગોહિલ તથા સ્ટાફના હે.કો. સાહિલભાઈ સમા, વિક્રમભાઈ, યશપાલસિંહ, દેવશીભાઈ, ભરતભાઇ, ભદ્રેશભાઈ, પો.કો. જૈતાભાઈ, વીણાબેન સહિતના માણસોની જુદી-જુદી બે ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, આરોપીઓએ ફરિયાદીનું અપહરણ કરી, ફરિયાદીના મોબાઈલ દ્વારા ફરિયાદીના ભાઈ મુકેશભાઈ સાથે સુરત સંપર્ક કરી, ફરિયાદીના નામે જ આંગડિયા પેઢીમાં રૂપિયા મંગાવેલ હોય, આંગડિયા પેઢીની આજુબાજુ પોલીસ સ્ટાફ સિવિલ ડ્રેસમાં ગોઠવાઈ જતા, ભોગ બનનાર ફરિયાદી તથા તેની સાથે એક આરોપી અરવિંદ ગજેરા રૂપિયા લેવા આવતા, ફરિયાદી અપહૃતને આરોપીની ચુંગાલમાંથી છોડાવેલ અને એક આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવેલ હતાં. રાઉન્ડઅપ કરેલ આરોપી અરવિંદ ગજેરાને અન્ય આરોપી સાથે વાત કરાવી, કાઉન્ટર ટ્રેપ કરી, ભવનાથ વિસ્તારમાંથી બીજા આરોપી તથા હનીટ્રેપમાં સંડોવાયેલ મહિલાને પણ રાઉન્ડઅપ કરવામાં આવેલ હતી. આમ, આ હનીટ્રેપના પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓ (૧) અરવિંદ ઉર્ફે અનિલ અંબાભાઈ ગજેરા પટેલ (ઉ.વ.૩૯) રહે.લાખાપાદર ગામ તા.વડિયા જી.અમરેલી, (૨) ભરત ડાયાભાઈ પારઘી દલિત(ઉ.વ.૨૯) રહે. નાની પરબડી ગામ તા.ધોરાજી જિલ્લો રાજકોટ તથા (૩) જિન્નતબેન ઉર્ફે બીબીબેન ડ્ઢ/ર્ અલ્લારખાભાઈ મોરવાડીયા ઘાંચી ુ/ર્ રફીકભાઈ રજાકભાઈ મકવાણા (ઉ.વ.૩૮) રહે. જસદણ કાઠીવાસ તા.જસદણ જિ.રાજકોટ હાલ રહે. ભગવતી પરા શેરી નં.૨૦, રાજકોટની કાઉન્ટર ટ્રેપ કરીને રાઉન્ડ અપ કરીને પકડી પાડવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ફરિયાદી ભાવેશભાઈ રામજીભાઈ બોરડ જાતે પટેલ(ઉ.વ.૩૫) રહે.ધોળવા ગામ તા.ભેસાણ જી.જૂનાગઢની ફરિયાદ આધારે પકડાયેલ આરોપીઓ વિરૂદ્ધ હનીટ્રેપ, પોલીસના સ્વાંગમાં અપહરણ, ખંડણી સહિતની કલમો મુજબ ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, કોરોના ટેસ્ટ કરાવી, ધરપકડ કરવા તજવીજ કરવામાં આવેલ છે.  પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા તેમજ પોકેટ કોપ એપ્લિકેશન આધારે તપાસ હાથ ધરતા પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી ભરતભાઇ ડાયાભાઇ પારઘી ધોરાજી ખાતે ઈંગ્લીશ દારૂ, ખૂનની કોશિષ સહિતના ગુન્હાઓમાં, આરોપી અરવિંદ ગજેરા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુન્હામાં તેમજ આરોપી જિન્નતબેન મકવાણા હનીટ્રેપના ગુન્હામાં રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા આંતર જિલ્લા ગુન્હેગાર હોવાની વિગતો પોલીસને જાણવા મળેલ છે. પકડાયેલ આરોપીઓ વિરૂદ્ધ વધારે ગુન્હાઓ નોંધાયેલ હોવાની તેમજ બીજા ગુન્હાઓ નીકળવાની શક્યતા આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ દ્વારા મહિલા દ્વારા ફરિયાદીને હનીટ્રેપમાં ફસાવી, પોલીસ તરીકે ઓળખાણ આપી, અપહરણ કરી, રૂા.૧,૨૦,૦૦૦/-ની ખંડણી માંગવા ચાલાકી કરી, ફરિયાદીના મોબાઈલ નંબર આધારે જ ફોન કરી, ફરિયાદીના નામે જ આંગડિયામાં રૂપિયા મંગાવી, નહીં પકડાવવા માટે હોશિયારી વાપરી, પ્રયત્નો કરવામાં આવેલ હતા પરંતુ જૂનાગઢ પોલીસ દ્વારા ટેક્નિકલ સોર્સ આધારે સઘન ગુપ્ત કાર્યવાહી કરી, સફળતાપૂર્વક કામ પાર પાડી, આરોપીઓના ઇરાદાઓ ઉપર પાણી ફેરવી, અપહૃત ફરિયાદીને હનીટ્રેપના આરોપીઓની ચુંગાલમાંથી હેમખેમ છોડાવી, આ ગુન્હામાં સંડોવાયેલ મહિલા સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં હની ટ્રેપના આરોપીઓની ચુંગાલમાંથી અપહૃત ખેડૂત યુવાનને છોડાવતા, ભેસાણ પંથકના નટુભાઈ પોકિયા સહિતના આગેવાનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. પકડાયેલા આરોપીઓએ ફરિયાદી સિવાય કોઈ અન્ય વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી, રૂપિયા પડાવેલ છે કે કેમ ? આ પ્રકારના કે અન્ય કોઈ ગુન્હાઓ આચારેલા છે કે કેમ ? બીજા કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ ? આ ગુન્હામાં અન્ય આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ ? ફરિયાદીનો નંબર ક્યાંથી અને કોના દ્વારા મેળવ્યો ? વિગેરે મુદ્દાઓ સર પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવા આગળની તપાસ તાલુકા પીએસઆઈ કે.એમ. ગઢવી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!