જૂનાગઢ મનપાનાં મેયર ગીતાબેન પરમાર અને પદાધિકારીઓએ એક તરફ પોતાના કાર્યભાર સંભાળવાની કાર્યવાહી હાથ ધરી હતી તે દરમ્યાન જ મેયર પદનાં મુદાને લઈ જૂનાગઢમાં રાજકારણ ગરમાયું છે. અનુસુચિત જાતિની આ બેઠકમાં પક્ષનાં આદેશ અનુસાર ગીતાબેન પરમારને મેયર પદે નિમણુંક આપી છે ત્યારે જૂનાગઢ મનપામાં ભાજપનાં જ અન્ય પાંચ કોર્પોરેટરો દ્વારા મેયરપદનાં પ્રશ્ને અન્યાય થયો હોવાની લાગણી સાથે રાજીનામાની ચિમકી આપવામાં આવી છે અને જાે આ બાબતે ૪ દિવસમાં યોગ્ય નિર્ણય કરવામાં નહી આવે તો ભાજપનાં કોર્પોરેટર પદેથી રાજીનામું ધરી દેશે. તો બીજી તરફ ભારતીય જતા પાર્ટીનાં પ્રદેશ કક્ષાએથી શું નિર્ણય લેવામાં આવે છે તે તરફ સંબંધિતોની મીટ મંડાયેલી છે. જૂનાગઢ મનપામાં મેયર તરીકે ગીતાબેન પરમારની વરણી કરાઇ છે. જાેકે, નવા મેયરની વરણી સાથે જ જૂનાગઢ ભાજપમાં ભડકો થયો છે. આ મામલે પોતાને અન્યાય થયો હોય તેમ જણાવી નારાજ ૫ કોર્પોરેટરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને પત્ર પાઠવી ૪ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. સાથે યોગ્ય ન થાય તો રાજીનામું ધરી દેવાની ચિમકી ઉચ્ચારતા રાજકારણ ગરમાયું છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ મહાનગરપાલિકામાં ૨.૫ વર્ષની ટર્મ પૂરી થતા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસકપક્ષના નેતા અને દંડક માટે નવી વરણી કરાઇ છે. આમાં ખાસ કરીને મેયરનું પદ શેડ્યુઅલ કાસ્ટ(એસ.સી.) માટે અનામત હતું. શેડ્યુઅલ કાસ્ટ(એસ.સી.)માં પણ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. આમાં વોર્ડ નંબર ૧૩ના કોર્પોરેટર વાલભાઇ આમછેડા, વોર્ડ નંબર ૧૫ના કોર્પોરેટર જીવાભાઇ સોલંકી અને બ્રિજેશાબેન ઘુઘલ, વોર્ડ નંબર ૧ના કોર્પોરેટર અશોકભાઇ ચાવડા, વોર્ડ નંબર ૧૦ના કોર્પોરેટર દિવાળીબેન પરમાર અને વોર્ડ નંબર ૯ના કોર્પોરેટર ગીતાબેન પરમારનો સમાવેશ થતો હતો. જાેકે, આખરે ગીતાબેન પરમારની મેયર તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે બાકીના ૫ ઉમેદવારોમાં ભારોભાર નારાજગી જાેવા મળી રહ્યો છે. અંદરખાને ઉકળતો અસંતોષનો ચરૂ હવે જવાળામુખીરૂપે બહાર આવ્યો છે અને મેયર તરીકે ગીતાબેન પરમારની વરણી સામે જાહેરમાં નારાજગી વ્યકત કરી છે. એટલું જ નહિ મેયર પદના દાવેદાર અને હાલ મેયર પદમાંથી બાકાત રહી ગયેલા પાંચેય કોર્પોરેટરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને પત્ર પાઠવી પોતાની નારાજગી વ્યકત કરી છે. સાથોસાથ મેયરની વરણીમાં થયેલ અન્યાય મુદ્દે રજૂઆત કરી યોગ્ય ર્નિણય કરવા ૪ દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. જાે ૪ દિવસમાં યોગ્ય ર્નિણય નહિ થાય તો અનુસુચિત જાતિ મોરચો, દલિત સમાજના અનુસુચિત જાતિના યુવા મોરચો વગેરેએ સ્વૈચ્છિક રીતે સામુહિક રાજીનામા ધરી દેવાની ચિમકી ઉચ્ચારી છે. તેવા સંજાેગોમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી કેવો નિર્ણય લે છે તે ઉપર સંબંધિતોની મીટ મંડાયેલી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews