કોડીનારના આલીદર ગામે ધોળા દિવસે પાંચ વર્ષની બાળા ઉપર સિંહણે હુમલો કરતા કોડીનાર પંથકમાં ચકચાર મચી : માનવ ઉપર હુમલો કરનાર સિંહણને તાત્કાલિક પાંજરે પુરવા ગ્રામજનોએ બે મહિના પૂર્વેથી માંગ કરતા હતા તેમ છતાં વન વિભાગની લાગ પ્રવાહીને કારણે ઘટના બન્યાનો ગ્રામજનોનો આક્ષેપ
કોડીનાર તાલુકાના આલીદર ગામે પાંચ વર્ષની બાળા ઉપર સિંહણનો હુમલો, પિતાએ બૂમાબૂમ કરી સિંહણને મુક્કો મારતાં બાળકીને છોડી સિંહણ પલાયન, પિતાની બહદુરાયથી બાળાનો બચાવ કર્યો હતો. કોડીનાર તાલુકાનાં આલીદર ગામના, જ્યાં સનવાવ રોડ ઉપર અજયભાઈ ગોહિલ નો પરિવાર પોતાના પરિવાર સાથે વાડીએ રહે છે. ત્યારે વહેલી સવારે ૯ થી ૧૦ વાગ્યાના સમયે પિતા અજયભાઈ અને તેમની પાંચ વર્ષની બાળા પોતાના ઘર નજીક આંબાના બગીચામાં નીકળ્યા અને અચાનક સિંહણે પાંચ વર્ષની માસૂમ બાળા ઉપર હુમલો કરી દીધો હતો. જાેકે અચાનક થયેલા હુમલના કારણે પિતા અજયભાઈ પણ હેબતાઈ ગયા અને બાદમાં પોતાની દીકરી ને છોડાવવા હિંમત કરી અને જાેરશોરથી બૂમાબૂમ કરી અને સિંહણને મુક્કા મારી હિંમત દાખવી પોતાની પાંચ વર્ષની બાળાને સિંહણના મોંમાંથી છોડાવીે અને સિંહણ ત્યાંથી ભાગી હતી. અજયભાઈની બૂમો અને મુક્કાને કારણે સિંહણ નાશી છુટતા આસપાસના આસપાસના લોકો એકઠા થયાને પાંચ વર્ષની બાળાને પ્રથમ કોડીનારની સરકારી હોસ્પિટલ અને બાદમાં રાનાવાળા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જાેકે પિતાની બહાદુરાઈ છતાં બાળાને પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પીડાય રહી હતી. સવારે દસ વાગ્યાના અરસામાં અજયભાઈ ઘરમાં લીંબુની જરૂર હોય ઝાડ ઉપરથી લાવવા બગીચામાં જતાં હતા અને તેઓની સાત વર્ષની દીકરી માર્ગીબેન પણ સાથે ગઈ હતી. બાપ દીકરી હાથ પકડી બગીચામાં જઈ રહ્યા હતા ત્યારે જ અચાનક એક સિંહણે આ બાળકી ઉપર હુમલો કરી તેને મોઢામાં લઇ ચાલવા લાગી પણ અજયભાઇએ બૂમાબૂમ કરી મુકતા આ સિંહણ ગભરાઈ આ બાળકીને છોડી જતી રહી હતી. જાેકે ઘટનાની જાણ થતાં જામવાળા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી માનવ લોહી ચાખી ગયેલ સિંહણને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી કરી છે. જયારે ગામના અગ્રણીઓ અને માસૂમ બાળાના સગા જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં સિંહોના આંટફેરા હોવા છતાં અને તેઓ દ્વારા વન વિભાગને જાણ કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન કરાય અને આખરે માનવ લોહી તરસી સિંહણનો શિકાર આ પાંચ વર્ષની માસૂમ બાળા બની જાેકે એક પિતાએ પોતાની બાળકીને બચાવતા આ બાળકીનો પુન:જન્મ થયો છે અને હાલ રાના વાળા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છેકે આ સિંહણને પાંજરે પુરવા માટે ગ્રામજનો છેલ્લા બે મહિનાથી માંગ કરતા હતા તેમ છતાં ત્યારે વન વિભાગની લાપરવાહીના કારણે ઘટના બન્યાનો ગ્રામજનોનો આક્ષેપ કર્યો સાથો સાથ હજુ તાત્કાલિક આ સિંહણને પાંજરે પુરવામાં નહીં આવે તો હવે કોઈ માનવ જાણ હાની થશે તો જેની જવાબદારી વન વિભાગની રહેશે તેવું પણ ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું.