જૂનાગઢ ગિરિવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં જૂનાગઢ મહાનગરના મેયર ધર્મેશભાઈ પોસીયા અને ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા સહિતના ભાજપના પદાધિકારીઓએ માતાજીના પુરા ભાવ સાથે દર્શન કર્યા હતા અને મંદિર ટ્રસ્ટ વતી મેયર અને ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવોનું પુજારી દ્વારા માતાજીની ચુંદડી ઓઢાડી અને સન્માન કર્યું હતું.