શનિવારે બિલનાથ મંદિરે શાસ્ત્રીય ગાયન અને વાદન કલાકારોનો “સોહમ નાદ” કાર્યક્રમ

0

ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી, બાગેશ્રી કલાનિકેતન સંસ્થાનું આયોજન

જૂનાગઢના વંથલી રોડ ઉપર આવેલ બિલનાથ મહાદેવ મંદિર ખાતે સોહમનાદ નામે કાર્યક્રમ રજૂ થશે. શાસ્ત્રીય સંગીતના ગાયક કલાકારો દ્વારા રજુ થનાર આ કાર્યક્રમ ૫ એપ્રિલ શનિવાર રાત્રિના ૮:૩૦ વાગ્યાથી યોજાશે. બિલનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજનાર આ કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય સંગીત અને નાટ્ય અકાદમી તેમજ જૂનાગઢની બાગેશ્રી કલાનીકેતન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શાસ્ત્રીય ગાયક કલાકાર વિપુલ ત્રિવેદી, અમિષા માકડ, જય ભટ્ટ, અર્પિત માંડવીયા, ગૌરવ નાગોર, ચૈતન્ય મહેતા, માનસ વોરા, ધૈવત મહેતા, ચિંતન લાઠીગરા, દરપિત દવે, ધ્વનિત ત્રિવેદી વગેરે પોતાની કલાની પ્રસ્તુતિ કરશે. સાથે સિતાર, સારંગી હાર્મોનિયમ, પખવાજ સહિતના સંગીતના સાધનોની કણર્પ્રિય સુરાવલીનો પણ સંગાથ મળશે. કાર્યક્રમમાં ગણેશાનંદ મહારાજ, ધારાસભ્ય સંજય કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર,શૈલેષભાઈ દવે, આશિષ માકડ, અમિત ચરાડવા, જય કિશન દેવાણી, પ્રોફેસર ડોક્ટર મનીષ જાની, છેલભાઈ જાેશી સહિતના મહાનુભાવોની ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાયક કલાકાર રાજુભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવશે. ત્યારે જૂનાગઢની કલાપ્રેમી જનતાને શાસ્ત્રીય સંગીતના આ સોહમનાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બાગેશ્રી કલાનીકેતનના રીધમ લાઠીગરાએ અનુરોધ કર્યો છે .

error: Content is protected !!