જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સરલાબેન પ્રવિણચંદ્ર મેરવાણા (ઉ.વ.૬૨) કે જેઓ પ્રવિણચંદ્ર જમનાદાસ મેરવાણાના ધર્મપત્ની થાય છે. જેમનું તા.૧-૨-૨૦૨૨ પોષ વદ અમાસને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળા પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો ર્નિણય કર્યો હતો. આથી માંગરોળની અનેક વિધ સેવાકીય સંસ્થાઓ સાથે જાેડાયેલ તેમજ સેવાયજ્ઞમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનાર અને ચક્ષુદાન પ્રવૃતિમાં શિવમ્ ચક્ષુદાન આરેણા સાથે હરહંમેશ સાથ આપનાર અને પોતે પણ દેહદાનનો સંકલ્પ લેનાર એવા “પ્રફુલકાકા નાંદોલાએ” આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેન્દ્રના સંચાલકને જાણ કરતા કિશોરભાઈ બામરોટીયા (અધ્યારૂ હોસ્પિટલ માંગરોળ) દ્વારા મૃતકના બંને ચક્ષુ લેવામાં આવ્યા હતા. તેમજ આ ચક્ષુનો સ્વિકાર મોહિત રાજાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો અને અરશીભાઈ વાળા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંને ચક્ષુ પહોંચાડવામાં આવ્યા છે. આ પરિવારના આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે. સ્વ. સરલાબેનના થયેલ ચક્ષુદાનથી શિવમ્ ચક્ષુદાન-આરેણા દ્વારા ૧૧૩ વ્યક્તિના ચક્ષુદાન કરેલ છે. મેરવાણા પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સરલાબેનને શ્રધ્ધાંજલી અર્પે છે. મેરવાણા પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews