ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મૃત્યું મુદ્દે થયેલી જાહેર હિતની અરજી મામલે ગુજરાત હાઇકોર્ટ કેન્દ્ર સરકારના વલણ સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે કોર્ટ મિત્ર દ્વારા ૨૦૨૧, માર્ચ મહિનામાં જ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે રાજ્ય સરકારે પોતાનો જવાબ કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો. જાે કે, હજી સુધી કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રજુ નહી કરતા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કોર્ટે સવાલ કર્યો કે, ગીર અભયારણ્યમાં ગેસ અને ઓઇલની પાઇપ લાઈન સંદર્ભે એક્સપર્ટનો અભિપ્રાય ક્યાં છે ? તે સત્વરે રજુ કરવામાં આવે અને આ મામલે આગામી સુનાવણી ૨૪ ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. ગીર અભયારણ્યમાં હાલ મીટર ગેજથી બ્રોડગેજ રેલવે લાઈન કરવાનો પ્રોજેક્ટ અને સાથે સાથે આ જ વિસ્તારમાંથી જમીનની અંદર ગેસની પાઈપલાઈન પ્રોજેક્ટની સામે સુઓમોટો થઈ હતી. જાેકે, હવે રેલવે વિભાગે બ્રોડગેજ પ્રોજેક્ટ મોકૂફ રાખ્યો હોવાથી તે મુદ્દો સુઓમોટો અરજીનો નિકાલ કરી દેવાયો હતો. જાેકે ગેસ લાઇનનો પ્રોજેક્ટ અંગે કોર્ટ મિત્ર હેમાંગ શાહે માર્ચ ૨૦૨૧માં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવિત પ્રોજેક્ટ ગીર અભયારણ્યથી અંદાજે ૪ કિમીના અંતરે હોવાથી સિંહો માટે જાેખમકારક સાબિત હોવાનું ગણાવ્યો હતો. જાેકે, આ મામલે રાજ્ય સરકારે પોતાના જવાબ રજૂ કર્યો હતો. જાે કે, કેન્દ્ર સરકારે હજી સુધી જવાબ રજુ નથી કર્યો. જેથી હાઇકોર્ટે તત્કાલ જવાબ રજુ કરવા માટે જણાવ્યું છે. આ ઉપરાંત કોર્ટે રાજ્ય સરકારને એ પણ સવાલ કર્યો છે કે, ‘આ પ્રોજેક્ટને લઈને કોઈ એક્સપર્ટનો અભિપ્રાય લેવામાં આવ્યું છે કે નહીં ?’ આ ઉપરાંત રાજ્ય સરકારે પોતાની એફિડેવિટમાં પ્રસ્તાવિત ગેસ લાઇન પ્રોજેક્ટ અંદાજે ૪ કિલોમીટર દુર હોવાની કબુલાત કરી હતી. હવે નવી એફિડેવિટમાં પ્રોજેક્ટ ૧૦ કિલોમીટર દુર હોવાનો દાવો કર્યો હતો.