દ્વારકાના રૂપેણ બંદર નજીક કૂવામાં પડી જતા આધેડનું મોત નીપજ્યું

0

દ્વારકા નજીકના રૂપેણ બંદર પાસે ગઈકાલે એક આધેડનું કૂવામાં પડી જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે આવી મૃદેહને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. આ બનાવની વિગત એવી છે કે દ્વારકા નજીકના રૂપેણ બંદર પાસે ગઈકાલે બાલુભાઈ લખભાઈ ડાભી નામના ૫૬ વર્ષના આધેડ ૨૦ ફૂટ ઊંડા કૂવામાં પડી ગયા હતા. દરમ્યાન આ બનાવની જાણ નગરપાલિકાના ફાયર શાખાને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ પાણીમાંથી આધેડને બહાર કાઢ્યા હતા.પરંતુ તેમનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આથી ફાયરના કર્મીઓએ બનાવ અંગે પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ બનાવ સ્થળે આવી મૃતદેહનો કબ્જાે સાંભળી મૃત્યુ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!